For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ બાદ ભાજપ શાસિત ગુજરાતે પણ લાગુ ન કર્યો મોટર વ્હીકલ એક્ટ

ભાજપ શાસિત ગુજરાત રાજ્યએ પણ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યો નથી.

|
Google Oneindia Gujarati News

1 સપ્ટેમ્બરથી લાગુ નવા વ્હીકલ એક્ટનો અમુક રાજ્યોએ વિરોધ શરૂ કરી દીધો છે. જ્યારે અમુક રાજ્યોએ નવા એક્ટમાં લગાવવામાં આવેલ દંડની જોગવાઈ પર વિચાર કર્યા બાદ આને લાગુ કરવાની વાત કહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની સરકારોએ આ મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવાનો હાલ પૂરતો ઈનકાર કરી દીધો છે. વળી, આ રાજ્યો ઉપરાંત એક ભાજપ શાસિત ગુજરાત રાજ્યએ પણ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યો નથી.

ગુજરાતમાં પણ મોટર વ્હીલક એક્ટ લાગુ નહિ

ગુજરાતમાં પણ મોટર વ્હીલક એક્ટ લાગુ નહિ

ગુજરાત સરકારે ટ્રાફિક નિયમ તોડવા પર લાગનારા ભારે દંડ પર વાંધો વ્યક્ત કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે આરટીઓ સાથે વાત કરીને આ અંગે નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી આ એક્ટનો વિરોધ કરવામાં બિન ભાજપ શાસિત રાજ્યો જ શામેલ હતા જ્યારે હવે ભાજપ શાસિત ગુજરાત પણ આમાં શામેલ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે સંસદ સત્રમાં મોટર વ્હીકલ (સુધારા) બિલ, 2019 પાસ થયુ હતુ. બદલાયેલા કાયદામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે કાયદાનો કડક વિરોધ કરવામાં આવ્યો છે.

નવા મોટર વ્હીકલ એક્ટમાં ભારે દંડની જોગવાઈ

નવા મોટર વ્હીકલ એક્ટમાં ભારે દંડની જોગવાઈ

નવા મોટર વ્હીકલ એક્ટ પર રાજસ્થાન સરકારે કહ્યુ કે તે સુધારા કાયદા હેઠળ વધારવામાં આવેલ દંડની રકમ પર વિચાર કર્યા બાદ આના પર કોઈ નિર્ણય લેશે. રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખચરિયાવાસે કહ્યુ છે કે તેમની સરકાર કાયદામાં સુધારાને લાગુ તો કરશે પરંતુ દંડની રકમ રિવ્યુ કર્યા બાદ. વળી, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની સરકારોએ પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સંબંધિત રવિવારથી લાગુ મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટની જોગવાઈઓને પોતાના રાજ્યોમાં લાગુ કરવાથી ઈનકાર કરી દીધો.

આ પણ વાંચોઃ રાનૂ મંડલે પોતાના જીવન વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, ‘તે બહુ સારા પરિવારમાંથી આવે છે'આ પણ વાંચોઃ રાનૂ મંડલે પોતાના જીવન વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, ‘તે બહુ સારા પરિવારમાંથી આવે છે'

એમપી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે પણ નથી કર્યો આ એક્ટને લાગુ

એમપી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે પણ નથી કર્યો આ એક્ટને લાગુ

નવા કાયદા હેઠળ વધુ ટ્રાફિક ઉલ્લંઘનો માટે પહેલા વર્ષે દંડની રકમ 1000 રૂપિયા ફિક્સ કરી દેવામાં આવી છે જેને દર વર્ષે 10 ટકા વધારવામાં આવી શકે છે. જ્યારે દારૂ પીને વાહન ચલાવવા અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોનો રસ્તો રોકવા માટે 10,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો છે. અમુક બાબતોમાં દંડની સાથે સાથે જેલ અને લાયસન્સ જપ્ત થવાની પણ જોગવાઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘણા બધા લોકો દંડની રકમ વધારવાથી નાખુશ જોવા મળી રહ્યા છે.

English summary
motor vehicle act not implemented in gujarat for now
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X