For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે રાજ્યભરમાં પ્રાથર્નાસભાનું આયોજન કરાશે

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓ ને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા આજે તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકાર ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં

|
Google Oneindia Gujarati News

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓ ને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા આજે તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકાર ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવ્યો છે. મોરબીની ઘટનાને પગલે આજે રાષ્ટરીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઝલતા પુલ તુટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા.

Bhupendra patel

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ માં તા.૦૨ નવેમ્બરના રોજ વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવા સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગરના પરિપત્રમાં જણાવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાનએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

વડાપ્રધાનએ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાનએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

English summary
National mourning today following the tragic incident in Morbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X