ગુજરાતમાં ઝડપથી આકાર લઈ રહ્યાં છે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સ્ટેશન
Bullet Train Stations in Gujarat: ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સ્ટેશન ઝડપથી આકાર લઈ રહ્યાં છે. જેમાં પાંચ બુલેટ ટ્રેન સ્ટેશન (વાપી, બીલીમોરા, સુરત, આણંદ અને અમદાવાદ)નો રેલવે સ્લેબ પૂર્ણ થયો છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 508 કિમીના લાઇન દોરી સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીથી શરૂ થતાં આઠ (08) સ્ટેશનો અને મહારાષ્ટ્રમાં ચાર (04) એટલે કે બોઇસર, વિરાર, થાણે અને મુંબઇથી શરૂ થશે.

લાઇન દોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણકાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે.
કોરિડોર પરના સ્ટેશનોમાં મુસાફરો માટે તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને સગવડો હશે. અહીં ટિકિટિંગ અને પ્રતિક્ષા વિભાગ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, રેસ્ટ રૂમ્સ, સ્મોકિંગ ઝોન, માહિતી કેન્દ્ર, રિટેલકેન્દ્ર અને જનતા માટે માહિતી અને જાહેરાત વ્યવસ્થા હશે.

આ ઉપરાંત, કેટલાક સ્ટેશનોને પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, રિક્ષા, બસ અને ટેક્સીઓ જેવા પરિવહનના તમામ મૂળભૂત માધ્યમોના સંકલન દ્વારા સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી-મુક્તજોડાણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
