For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Namaste Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો આ બે ભારતીય ફિલ્મોનો ઉલ્લેખ, કહી આ વાત

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે ભારતીય સિનેમાનો આકાર બહુ મોટો છે, અહીં દર વર્ષે લગભગ 2000 ફિલ્મો બને છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બે દિવસીય ભારત પ્રવાસનો આરંભ અમદાવાદથી કર્યો. સાબરમતી આશ્રમ બાદ અમેરિકી રાષ્ટ્રપતિનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો જ્યાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના સંબોધનની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તેથી કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની જોરદાર પ્રશંસા કરી અને તેને એક અસામાન્ય નેતા ગણાવ્યા.

trump-ddlj

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે ભારતીય સિનેમાનો આકાર બહુ મોટો છે, અહીં દર વર્ષે લગભગ 2000 ફિલ્મો બને છે. અહીંની ફિલ્મોમાં ભાંગડા અને સંગીત સરસ હોય છે. ટ્રમ્પે શાહરુખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને બિગ બીની મૂવી શોલેની પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યુ કે ભારતે દુનિયાને સચિન અને વિરાટ કોહલી જેવા ખેલાડી આપ્યા. ટ્રમ્પે આગળ કહ્યુ, પીએમ મોદી તમે માત્ર ગુજરાતનુ ગૌરવ નહિ પરંતુ એક જીવતા જાગતા ઉદાહરણ છો કે કેવી આકરી મહેનત અને સમર્પણ ભાવ સાથે ભારતીય કંઈ પણ મેળવી શકે છે, જે તે વિચારે છે બધુ મેળવી શકે છે.

ખીચેખીચ ભરેલા મોટેરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ સ્વાગત કરતા કહ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ યાત્રા ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલાનિયાનુ સ્વાગત કર્યુ. તેમણે કહ્યુ, આ ધરતી ગુજરાતની છે પરંતુ તમારા સ્વાગત માટે જોશ આખા હિંદુસ્તાનનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે અહીં આવવુ ભારત-અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવી મિઠાશ અને ઘનિષ્ઠતાની ઓળખ આપી રહ્યુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ભારતના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ પ્રવાસની શરૂઆત અમદાવાદથી થઈ. તે આજે સવારે 11.40 વાગે અમદાવાદ પહોંચ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશનર પણ ભારત પ્રવાસે આવ્યા છે. પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર અરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ. ટ્રમ્પ અહીંથી પોતાની પત્ની સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા જ્યાં તેમણે ચરખો પણ ચલાવ્યો.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમથી કહ્યું- 10 વર્ષમા ભારતમાંથી ગરીબી ખતમ થઈ જશે, જાણો 10 મોટી વાતોઆ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમથી કહ્યું- 10 વર્ષમા ભારતમાંથી ગરીબી ખતમ થઈ જશે, જાણો 10 મોટી વાતો

English summary
Namaste Trump: US President Donald Trump Mentioned Bollywood films DDLJ and Sholay during his address
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X