ગંગાએ કર્યો ખુલાસો: મારી બહેનના પુત્રના અનૌરસ બાપ છે નારાયણ સાંઇ

narayan-sai-and-jamunas-son
સુરત, 11 નવેમ્બર: પોતાને ભગવાન ગણાવનાર અને એક કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં જેલના સળીયા પાછળ કેદ આસારામના પુત્ર નારાયણ સાંઇની હલકી કરતૂતો સામે આવવા લાગી છે. થોડા દિવસો પહેલાં નારાયણ સાંઇની ખાસ સેવિકા ગંગા ઉર્ફે ધર્મિષ્ઠાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગંગાએ જણાવ્યું હતું કે નારાયણ સાંઇ તેની બહેન જમનાની સાથે રંગરેલિયા મનાવતા હતા અને તેને એક પુત્ર પણ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ગંગાની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ યૌન શોષણના આરોપી નારાયણ સાંઇને કોર્ટે ભાગેડૂ જાહેર કર્યા છે. ગંગા અને જમના સગી બહેનો છે. જમનાનું સાચું નામ ભાવના છે. સુરત પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન સ્વિકાર્યું છે કે તેની બહેન જમનાનો પુત્ર હકિકતમાં નારાયણ સાંઇની સંતાન છે.

કમિશ્નરે જણાવ્યું હતું કે ગંગા પર નારાયણ સાંઇને છોકરીઓ સપ્લાઇ કરવાનો ગંભીર આરોપ છે. નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવનાર મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ગંગા છોકરીઓને નારાયણ સાંઇની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે. ગંગા વિશે એ પણ જાણવા મળ્યું છે કે નારાયણ સાંઇ સાથે સંપર્કમાં આવી તે પહેલાં તે પોતાના પતિ સાથે મળીને કોલગર્લનું નેટવર્ક ચલાવતી હતી.

નારાયણ સાંઇના સંપર્કમાં આવ્યા બાદ ગંગા આશ્રમમાં નારાયણ સાંઇને પણ છોકરીઓ પૂરી પાડતી હતી. જો કે નારાયણ સાંઇ માટે તે મોટાભાગે આશ્રમની છોકરીને પોતાની વાતોમાં ફસાવતી હતી. પોલીસ ગંગા સાથે સતત પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે ગંગા હજુ ઘણા રહસ્યો ઉકેલશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X