વડોદરા સીટ પરથી 'નરેન્દ્ર મોદી'એ પરત ખેંચ્યું ઉમેદવારી પત્ર, નહી લડે ચૂંટણી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વડોદરા, 14 એપ્રિલ: ગુજરાતની વડોદરા સીટ આમ તો ખાસ મહત્વપૂર્ણ સીટ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે, પરંતુ આ સીટ તે સમયે વધુ ચર્ચામાં આવી જ્યારે શનિવારે 'નરેન્દ્ર મોદી'એ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું.

આ સમાચાર સાંભળીને તમે સ્તબ્ધ રહી જશો, પરંતુ સત્ય એ છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરા સીટ પરથી ચૂંટણી નહી લડે. તમારી જિજ્ઞાસાને શાંત કરતાં જણાવી દઇએ કે વડોદરા સીટ પરથી મોદીના એક હમનામે (એક સરખુ નામ) પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. નરેન્દ્ર મોદીના હમનામનું પુરૂ નામ છે નરેન્દ્ર બાબુલાલા મોદી. તે આ સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં હતા, પરંતુ શનિવારે આ વ્યક્તિએ પોતાનું નામ પરત લઇ લીધું છે.

13-modiintension

આ હાઇપ્રોફાઇલ સીટ 30 એપ્રિલના રોજ મતદાન થયું છે. આ સીટ પરથી પોતાનું નામ પરત લેવાની છેલ્લી તારીખ શનિવારે હતી. એવામાં અંતિમ ઘડીએ નરેન્દ્ર મોદીના 'હમનામ' નરેન્દ્ર બાબૂલાલ મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત લઇ લીધું છે. આ વ્યક્તિએ કયા કારણોથી નામ પરત લઇ લીધું છે, તે અંગે જાણી શકાયું નથી.

નરેન્દ્ર બાબૂલાલ મોદી દ્વારા નામ પરત લેતાં હવે આ સીટ પરથી 8 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કાંટાની ટક્કર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી અને 'આપ'ના સુનીલ કલકર્ણી વચ્ચે જામશે. આ ઉપરાંત અહીંથી જેડીયૂના જાદવ અંબાલાલ કે, બસપાના મધુસુદન રોહિત, સપા તરફથી પઠાણસાહેબ ખાન, અપનાદેશના પઠાણ મહમૂદખાન અને એસયૂસીઆઇ તરફથી તપન દાસગુપ્તા પણ મેદાનમાં છે.

English summary
An independent candidate called Narendra Babulal Modi withdrew his nomination from the Vadodara Lok Sabha constituency, leaving eight candidates in the fray including the Gujarat Chief Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X