મોદીનો 3ડી અવતાર પડ્યો રૂ. 216 કરોડમાં?

એક સમયના સાથી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીએ રવિવારે કહ્યું છે કે મોદીની દરેક જાહેર સભા પાછળ 54 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એનો અર્થ એ થયો કે મોદીની 3ડી સભાનો ખર્ચ 216 કરોડ રૂપિયા થયો છે.
લોકોને સંબોધિત કરતી વખતે કેશુભાઇ પટેલે કહ્યું છે, ' ગુજરાતમાં જેટલી સમસ્યાઓ છે તેના જવાબદાર માત્ર મોદી છે અને આપણે તેને સત્તા પરથી તગેડી મુકવા જોઇએ. જ્યારે 20 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ આવશે ત્યારે લોકોના ગુસ્સાની સુનામી ભાજપ સરકારને સાફ કરી નાખશે.'
જો કે, વિરોધી નેતાઓની ટીકા વચ્ચે મોદીએ તેના હાઇ ટેક ચૂંટણી પ્રચારને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લોન્ચ કર્યું હતું. ગાંધીનગર ખાતેના સ્ટૂડિયોમાંથી મોદીએ સભા સંબોધી હતી, જેને 3ડી હોલોગ્રાફિક ટેક્નોલોજી અને સેટેલાઇટ લિન્ક અપ્સની મદદથી અન્ય ચાર શહેરની સભા સાથે જોડવામાં આવી હતી.
'આ પ્રકારની પહેલી યુનિક ઘટનાના તમે બધા સાક્ષી થયા છો,' જનમેદનીને સંબોધિત કરતી વખતે મોદીએ કહ્યું હતું, આ તકે ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ, મોદીના નજીકના સાથી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
