Gujarat Assembly Election: કોંગ્રેસ નું તો કામ રહ્યુ છે કે લટાકવું,ભટકાવવુ અને અટકાવવું: નરેન્દ્રભાઇ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો. ઉત્તર ગુજરાતમા જયારે જયારે દુષ્કાળના દિવસો આવ્યા હોય ત્યારે ઓગડજી બાપાના આશિર્વાદ હંમેશા સાથે રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો. ઉત્તર ગુજરાતમા જયારે જયારે દુષ્કાળના દિવસો આવ્યા હોય ત્યારે ઓગડજી બાપાના આશિર્વાદ હંમેશા સાથે રહ્યા છે. પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગાડી દીધો છે.

મોદી વધુમાં જણાવ્યું કે, પહેલા ચરણમાં ખાસ કરીને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોનો ઉમળકો ચૂંટણીના પરિણામ પાકા કરી દીધા છે. મોદી કાંકરેજની ગાયની તાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, વિપરીત સ્થિતિમાં પણ કાંકરજેની ગાય સ્વભાવ ન બદલે, અભાવમાં પણ તેનો ભાવ એવો જ રહે, આજે સમગ્ર દેશમાં વધી રહ્યો છે. પશુ પાલકની આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા સરકારે કરી છે. દેશમાં જેટલુ અનાજ પેદા થાય છે તેના કરતા વઘુ રૂપિયાનું દૂધનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. બનાસડેરીનો વિસ્તાર પણ હવે વઘી રહ્યો છે,બનાસ ડેરીની બ્રાન્ચ હવે કાશીમાં આવી રહી છે. ટપક સિચાંઇએ આખા ગુજરાતમાં ખેતીની રોનક બદલી છે.
મોદી વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરદાર સરોવર ડેમ ન બને તેના માટે જેટલા રોડા નાખવા પડે તેટલા નાખ્યા અને જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો તેમના ખભે હાથ મુકી કોંગ્રેસના નેતા પદ યાત્રા કરે. આ ઉત્તર ગુજરાત પાણી માટે તરસતુ અને બનાસકાંઠાને ઘૂળની ડમરીઓ ઘમરોળતી હોય. જેને પાણીને રોક્યુ હોય તેને માફ કરાય?. ઘરમાંથી પાણીનો ગ્લાસ ભરી વટે માર્ગુ ને પીવડાવે તે બનાસકાંઠાના સંસ્કાર છે આવા બનાસકાંઠાને તરસ્યુ રાખ્યું તેના માટે કોંગ્રેસ જવાબદાર છે અને જેટલી સજા કરો તેટલી ઓછી છે. આ કોંગ્રેસને જેમા પોતાનો સ્વાર્થ ન દેખાય, પોતાનું ભલુ ન થાય તેવા કામ કરવાના જ નહી તેવો સ્વભાવ છે. આજે ભાજપ સરકારે નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડ્યુ છે. બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે.. જે કહુ તે કરુ એનું નામ મોદી, જે નહી થાય તેવું હશે તો સામેથી કહીશ કે નહી થાય.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય, ભ્રષ્ટાચારીઓને કોઇ સજા પણ ન થાય, હજારો કરોડના ગોટાળા છાશવારે છાપામાં આવતા. આજે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે તેના કારણે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. જે દેશને લુટી ગયા છે તેમણે દેશને પાછુ આપવુ પડે કે નહી તેમ સવાલ કર્યો. કોંગ્રેસ ગરીબોનું ખાય જાય છે એટલે લોકો તેને સજા આપે છે. ચાર કરોડ એવા રેશન કાર્ડ જેમનો જનમ જ નોહતો થયો તેમને રૂપિયા મળતા. ભૂતિયા નામથી ચાલકા કાર્ડના રૂપિયાનું અનાજ સગેવગે થતું. 20 કરોડ રેશન કાર્ડને ડિજિટલ ટેકનોલોજીથી જોડી દીધા.રાશન કાર્ડની દુકાનો ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે. ભ્રષ્ટાટાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે, ગરીબનું તમે લુટો તેની સામે મોદી લાલ આંખ કરે ને કરે જ .












Click it and Unblock the Notifications
