For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારસા અને વરિષ્ઠતા ઉપર ભારે પડી વિશિષ્ટતા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 21 ડિસેમ્બર : ગુજરાતે પોતાનો જનાદેશ આપી દીધો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. આખરે જીતી જ ગયાં નરેન્દ્ર મોદી ગુજરાતનો કિલ્લો તથા આ સાથે જ તેમણે સાબિત કરી આપ્યું કે વિશિષ્ટતા કોઈની સામે મહોતાજ નથી હોતી. કેટલોય ઉંચો, મહાન અને ઐતિહાસિક વારસો હોય કે પછી વય અને અનુભવ સાથેની વરિષ્ઠતા હોય. જે વિશિષ્ટ હોય છે, તેની આગળ વારસો અને વરિષ્ઠતા બંને જ નતમસ્તક થવા મજબૂર થઈ જાય છે.

હા જી. અમે અહીં વાત કરી રહ્યાં છીએ કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધી તથા ભાજપમાં વરિષ્ઠતાના આધારે મોદી કરતાં વધુ કદાવર નેતાઓની કે જેમની લાંબી કતાર છે, પરંતુ નરેન્દ્ર મોદીના જનસમર્થિત વિરાટ કદ આગળ નહેરૂ-ગાંધીના ઐતિહાસિક વારસાનો ગુણગાન કરનાર રાહુલ અને ભાજપમાં જ લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક જૂના અને અનુભવી નેતા વામણા જ સાબિત થયાં છે.

સૌપ્રથમ રાહુલ ગાંધીને જ લઇએ. તેમનો ક્રમ એટલે પણ પહેલો આવે છે, કારણ કે લોકસભા ચુંટણી 2014માં તેઓ જ કોંગ્રેસની હોડીના નાવિક બનાવાયાં છે. બે માસ અગાઉ જ રાહુલ ગાંધીને લોકસભા ચુંટણી 2014 માટે કોંગ્રેસ ચુંટણી સંકલ સમિતિના પ્રમુખ બનાવાયાં છે અને તેમને આજના ચુંટણી પરિણામો સાથે જ પ્રતીતિ પણ થઈ ગઈ હશે કે હવે તેમનો મુકાબલો મોદી રૂપી મહામાયા સામે થવાની પૂરી-પૂરી શક્યતા ઊભી થઈ ગઈ છે.

ન ચાલી નહેરૂ-ગાંધી કથા
રાહુલે જ્યારે કોંગ્રેસની ચુંટણી સંકલન સમિતિનું નેતૃત્વ સંભાળ્યું, ત્યારે જ અમે જણાવી દીધુ હતું કે તેમની પ્રથમ પરીક્ષા ગુજરાતમાં થશે અને જો તેઓ ગુજરાતમાં સફળ થાય, તો મોદી સ્વરૂપે વધતા વાવાઝોડાનો સામનો કરવામાંથી ઉગરી જશે, પરંતુ આ મહાશયે ગુજરાતમાં આવી નહેરૂ-ગાંધીના ગુણગાન કર્યાં. એક કથા સંભળાવી અને કેટલાંક સવાલો કર્યા. બસ થઈ ગયું... હવે કદાચ તેઓ સમજી ગયાં હશે કે નહેરૂ-ગાંધીના વારસાનો સાથ હોવામાત્રથી ચુંટણી જીતી શકાતી નથી. અરે હદ તો ત્યારે થઈ જાય છે, જ્યારે 2014ની રાષ્ટ્રવ્યાપી ચુંટણીનું નેતૃત્વ કરનાર એક વ્યક્તિ ધનુષ-બાણ લઈ વિરોધીને પરાસ્ત કરવા માટે તૈયાર તો છે, પરંતુ વિરોધીનું નામ લેવાનું ટાળે છે. આ ભય નહોતું તો શું હતું? પ્રશ્ન એ જ ઊભો થાય છે કે પરાજય નરસો છે કે તેનો ભય? માત્ર પરાજયના ભયે રાહુલ ગાંધીએ ગુજરાતની ચુંટણી સભાઓમાં મોદીનું નામ સુદ્ધા ન ઉચ્ચાર્યું. આ તેમની વિશિષ્ટતા નહીં, પણ ગભરામણ સાબિત થઈ.

આ તો વાત થઈ વારસાની. એમ તો અગાઉથી જ સંભળાઈ રહ્યુ હતું કે મોદી જો ગુજરાતનો પડાવ ઊંચી છલાંગ લગાવી પાર કરે, તો પછી ભાજપની અંદર તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા અંગે ચાલતો સળવળાટ વધુ સળવળશે અને હવે આ થવાનું પણ છે. સળવળાટ ને અત્યાર સુધી એમ કહી દબાવી દેવાતુ હતું કે ભાજપમાં વડાપ્રધાન પદને યોગ્ય ઉમેદવારોમાં મોદીનો પણ સમાવેશ થાય છે, પણ માત્ર મોદી જ નથી. હવે મોદીની ચુંટણી જીત અને મોદી કરતાં અનુભવે અને ઉંમરે વરિષ્ઠ નેતાઓ પર નજર દોડાવીએ.

સફળતાનો પાયો અડવાણી
સૌપ્રથમ નામ આવે છે લાલકૃષ્ણ અડવાણીનું. નિશંકપણે અડવાણીનું રામ મંદિર આંદોલન જ ભાજપની દેશવ્યાપી સફળતાનો પાયો છે, પરંતુ તે રામ કે જે સત્તા ન અપાવી શકે, તે કોઈ રાજકીય પક્ષ માટે ક્યાં સુધી કામના? પઝી ભાજપ એનડીએ સ્વરૂપે સત્તામાં આવ્યો પણ અને અટલ બિહારી બાજપાઈ જેવા કદાવર નેતા વડાપ્રધાન બન્યા, પરંતુ આ સરકાર પોતાની સફળતા દોહરાવી ન શકી. ભઈ બાજપાઈનો મહત્વ પણ તો તેમની વિશિષ્ટતા માટે જ હતી. અડવાણીનું નેતૃત્વ લોકસભા ચુંટણી 2009ની પરીક્ષામાંથી પસાર થઈ ચુક્યાં છે. એવામાં ભલે આજે પણ તેઓ પીએમ ઇન વેટિંગ હોય, પરંતુ આજના ચુંટણી પરિણામો બાદ તો તેમને પણ મોદીની સરદારી સ્વીકારવા માટે વિવશ થવું પડશે. આખરે પક્ષનો વિજય જ પ્રથમ લક્ષ્ય હોય છે.

સુષ્મા-જેટલી-રાજનાથ
પછી વાત આવે છે સુષ્મા સ્વરાજની. એક બેધડક વક્તા તરીકે ભાજપને અભિવ્યક્ત કરનાર નેતાતરીકે સુષ્મા સ્વરાજ સો ટકા સફળ છે, પરંતુ દિલ્હીના દિલના રાણી બનવાની તક તેઓ ચુંટણી વિજય સાથે વટાવી ન શક્યાં. અરુણ જેટલી પોતે રાજ્યસભા સદસ્ય છે અને જનાધારના નામે તેમને ચુંટણીની પરીક્ષામાં ઉતારવાનો સાહસ ભાજપ ભાગ્યે જ કરી શકે. નિતિન ગડકરી પોતે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલાં છે. રહી વાત રાજનાથ સિંહ કે વેંકૈયા નાયડૂની, તો ઉત્તર પ્રદેશમાં રાજનાથ નિષ્ફળ રહ્યાં છે, તો વેંકૈયા નાયડૂ દક્ષિણના ગઢ સુધી સીમિત છે. એવામાં એકમાત્ર વિકલ્પ તરીકે મોદી જ બચે છે અને ઉપસે છે. જો પક્ષ વ્યક્તિવાદથી ઉગરી પક્ષના વિજયનો લક્ષ્ય નક્કી કરે, તો પછી મોદીની વિશિષ્ટતા આ તમામ વારસા અને વરિષ્ઠતાઓ ઉપર ભારે પડી શકે છે.

English summary
Gujarat chief minister Narendra Modai has always dominated over Gandhi family. Rahul and Sonia Gandhi failed to win against him even they belongs to Politically rich family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X