For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Special: સીટોનું ગણિત નક્કી કરશે નરેન્દ્ર મોદીનું ભવિષ્ય

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 20 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મતદારોએ ભાજપ અને કોંગ્રેસનું ભાવિ ઇવીએમમાં બંધ કરી દિધું છે. 182 સીટોવાળી ગુજરાત વિધાનસભાનો નિર્ણય આજે નક્કી થઇ જશે અહીંયા નરેન્દ્ર મોદી સત્તાની હેટ્રીક લગાવી શકે છે નહી કોંગ્રેસ અને જીપીપીના સપનાઓને ચકનાચૂર કરી નાંખશે. જો કે તમામ સર્વેક્ષણોમાં નરેન્દ્ર મોદીનો વિજય દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ જો કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ભાજપની વોટબેંકમાં ગાબડુ પાડવામાં સફળ રહી તો બધા જ પાસાઓ ઉધા પડી શકે છે. 2007ની ચુંટણીમાં ભાજપને 35 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને ત્રણ ટકા ઓછા એટલે કે 32 ટકા મત મળ્યા હતા.

આ વખતે બે ચરણોમાં યોજાયેલી ચુંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. આજ સુધી એવી પરંપરા રહી છે કે જ્યારે જ્યારે ભારે મતદાન થયું છે ત્યારે સત્તા પક્ષે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ બિહાર અને પંજાબમાં રેકોર્ડ મતદાનને તોડવામાં સફળ રહી હોવાનું તાજુ ઉદાહરણ છે. 1995થી માંડીને અત્યાર સુધી 42 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી થઇ છે જેમાં 18 વાર વધુ મતદાન થતાં સત્તા પક્ષને ફાયદો મળ્યો છે જ્યારે 26 વિપક્ષે સત્તા પર કબજો મેળવ્યો છે.

અહીં મહત્વપુર્ણ વાત એ છે કે બંને ચરણોમાં 70 ટકાથી વધુ મતદાન થયું છે અને તેમાં સૌથી વધુ મોટી ભાગીદારી યુવા મતદારોની રહી છે. મતદાનમાં 18 થી 40 વર્ષના 40 ટકા મતદાતાઓએ ભાગ લીધો છે જે દર્શાવે છે કે તેઓ જે પણ તરફ વળ્યા છે ત્યાં પરિણામ એકતરફી આવે છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વિકાસના મુદ્દાઓ પર યુવાનોને નરેન્દ્ર મોદી તરફ વધુ લગાવ છે. તેમને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નરેન્દ્ર મોદીએ ચુંટણી પહેલાં વિવેકાનંદ યાત્રા નિકાળી હતી. કહેવામાં આવે છે કે આ યાત્રામાં નરેન્દ્ર મોદી યુવાનોમાં જોશ ભરવામાં સફળ રહ્યાં છે અને તેમને નરેન્દ્ર મોદીના પક્ષમાં મતદાન કર્યું છે. આજે 182 સીટોનું પરિણામ આવ્યા બાદ નરેન્દ્ર મોદીને કેટલી સીટો મળે છે તેના પર તેમની લોકપ્રિયતા અને પ્રધાનમંત્રી પદની દાવેદારી નકી થશે. આવો એક નજર કરીએ સીટોના નંબર પર જે નરેન્દ્ર મોદીનું ભવિષ્ય ઘડશે.

1 થી 92 સીટો: સંન્યાસ આશ્રમ

જો નરેન્દ્ર મોદીને 1 થી 92 સીટોની આસપાસ મળે છે તો કોંગ્રેસની સરકાર બનશે અથવા કેશુભાઇ પટેલ ભાજપને એ શરતે ટેકો જાહેર કરશે કે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી ન બનાવવામાં આવે. તેમને સત્તા ગુમાવવાનો વારો આવે તે નક્કી થઇ જાય તેમજ તેમના દિલ્હીના દરવાજા બંધ થઇ જાય. વિપક્ષમાં રહીને તેમના દુશ્મનો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બગાવત કરી શકે છે. જો સરકારી મશીનરી નરેન્દ્ર મોદીની પાસે રહેશે નહી માટે તેમની વિરૂદ્ધ કોમી હુલ્લડો, બનાવટી એન્કાઉટરનું ભૂત તેમને સતત ડરાવતું રહેશે. જો કે આવું બને એશી આશાઓ ઓછી છે.

93 થી 100 સીટો : ઘાયલ અને નબળા

આ પ્રમાણેના આંકડા પ્રાપ્ત થાય તો નરેન્દ્ર મોદી પોતાને ઘાયલ અને નબળા હોવાનો અહેસાસ કરશે. 90ની આસપાસનો આંકડો એકદમ ખતરનાક માનવામાં આવે છે. આવી પરિસ્થિતીમાં નરેન્દ્ર મોદી પોતાના વિરોધીઓ સાથે તરફ હાથ લંબાવશે. ભાજપમાં એવા ઘણા લોકો છે જે નરેન્દ્ર મોદી માટે આવી પરિસ્થિતી સર્જાઇ એમ ઇચ્છે છે કારણ કે તેમનું મહત્વ વધી જાય. આ પ્રમાણેના પરિણામોથી અસંતુષ્ટ તત્વો મજબૂત બનશે અને તે કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે મળીને ભાજપમાંથી નરેન્દ્ર મોદીને બહાર કાઢવાના પ્રયત્નો કરશે. આ પ્રકારની બોર્ડરલાઇન જીત નરેન્દ્ર મોદીના ધૈર્યની પરિક્ષા થશે.

101 થી 110 સીટો : ચલો દિલ્હી

આ આંકડાઓ નરેન્દ્ર મોદી માટે આરામદાયક અને સંતોષકારક જીતની સ્થિતી હશે, પરંતુ તેમ છતાં વિરોધી પહેલાંથી જ સક્રિય રહેશે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનશે અને પહેલાં પક્ષમાં પોતાની સ્થિતી મજબૂત કરશે. થોડા સમય પછી 2014ની લોકસભાની ચુંટણીમાં મોટી ભૂમિકા ભજવવા માટે દિલ્હી તરફ કૂચ કરશે.

115 થી વધારે સીટો : સ્પષ્ટ દાવેદાર

115થી વધારે સીટો મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના ટીકાકારોની બોલતી બંધ કરવા માટે મજબૂર કરશે. ગુજરાતમાં તેમનું શાસન યથાવત રહેશે અને સંસદીય ચુંટણી નજીક આવતાં એનડીએમાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરશે. આ દરમિયાન તેઓ પ્રયત્ન કરશે કે અરૂણ જેટલી અથવા તેમના જેવા કોઇ નેતા નિતિન ગડકરીના સ્થાને પાર્ટીની કમાન સંભાળે અને તેમની ઉમેદવારોની પસંદગી માટે મહત્વની ભૂમિકા ભજવે.

English summary
Initial counting trends are showing that BJP is leading in Gujarat. If BJP would get 115+ Modi will go forward on the way to Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X