વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું દુનિયાનું સૌથી મોટુ બર્થડે કાર્ડ

વડાપ્રધાનના મોટા ભાઇ સોમભાઇ મોદીએ જણાવ્યું કે વડનગરના બીએન ઉચ્ચ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ 14.3 મીટર પહોંળુ અને 16.2 મીટર લાંબુ કાર્ડ તૈયાર કર્યું. આ જ શાળામાં મોદીએ 8થી 11 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્ડ પર 23 ભાષાઓમાં જન્મ દિવસની શુભેચ્છા સંદેશ લખવામાં આવ્યો છે. વડાપ્રધાન 17 સપ્ટેમ્બરના રોજ 64ના થયા હતા. પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા.
જન્મ દિવસે તેઓ માતા હીરાબાના આશિર્વાદ લેવા ગયા, માતાએ મોદીનું મોઢું મીઠુ કરાવ્યું અને તેમને કાશ્મીરના પૂરપીડિતો માટે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. અત્રે નોંધનિય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગાંધીનગર આવ્યા હતા.












Click it and Unblock the Notifications
