For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપિયન સંઘના આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટમાં જશે નરેન્દ્ર મોદી?

|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: નરેન્દ્ર મોદીનું ગુજરાત અને ગુજરાતના વિકાસ મોડેલ પર દુનિયાના તમામ દેશોની નજર છે. યુરોપિયન સંઘના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ વર્ષે નવેમ્બરમાં સંઘની રાજધાની બ્રુસેલ્સમાં યોજાનાર સંસદ તેમજ આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટમાં હાજરી આપવા માટે નિમંત્રણ મળ્યું છે. આ સમિટમાં દુનિયાના 27 દેશોના પ્રતિનિધિ હાજર રહેશે. આ પહેલા મે માસમાં નરેન્દ્ર મોદી લંડન પ્રવાસ કરે તેની પણ ચર્ચા છે.

યુરોપિયન સંઘે નવેમ્બરમાં બ્રુસેલ્સમાં યોજાનાર યુરોપીયન સંસદ અને બિઝનેસ સમિટમાં હાજરી આપવા નિમંત્રણ મળ્યુ છે. આ પહેલા સ્કાઇપે વીડિયો ટેકનોલોજી થકી એક આધ્યાત્મિક પરિષદમાં મોદી યુરોપિયન યુનિયનના ઘણા મોટા નેતાઓ સાથે પર્યાવરણ, અધ્યાત્મ અને સૌર ઉર્જા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેનાર બ્રિટિશ તેમજ યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ મોદીની કાર્યશૈલી તેમજ ગુજરાતના વિકાસ મોડેલથી અભિભૂત છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા ગુજારાત રમખાણોની આડમાં બ્રિટેન અને યુરોપિય સંઘે ગુજરાત સાથે નીતિગઢ સંબંધ તોડી નાખ્યા હતા. અહીં સુધી નરેન્દ્ર મોદીને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એક દાયકાથી રમખાણ પીડિતોને મળી રહેલો ત્વરિત ન્યાય અને મુખ્ય આરોપી પૂર્વમંત્રી માયાબેન કોડનાની, વિહિપ નેતા બાબુ બજરંગીને સજા બાદ યુરોપીયન સંઘ એક સકારાત્મક બદલાવના નજરીયાથી જુએ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે બદલાયેલી લાગણી બાદ યુરોપીયન સંઘે તેમને બિઝનસ સમિટમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે મોદી આ સમિટમાં હાજરી આપવા પહોંચશે કે નહીં.

English summary
Narendra modi will present in international business summit Of EU?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X