For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પટેલને જવાબ, 'તમે તો રાજવંશોની સેવા જ કરી છે'

|
Google Oneindia Gujarati News

ahmed patel
દેડિયાપાડા, 10 ડિસેમ્બર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો દૌર ધીરે ધીરે અંતિમરૂપ ધારણ કરી રહ્યો છે. દરેક પક્ષના નેતાઓ વિરોધ પક્ષના નેતાઓ પર જોરદાર પ્રહારો કરી લોકોને પોતાની તરફ કરવાની તરકીબો અજમાવી રહ્યા છે. આ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સચિવ અહમદ પટેલની વચ્ચે જુબાની જંગ ચાલી રહી છે.

અહેમદ પટેલે આજે દેડિયાપાડા ખાતે એક સભાનું સંબોધન કરતા મોદી પર ચાબખા કર્યા હતા અને જણાવ્યું હતું કે 'મોદી એક ભ્રષ્ટાચારી નેતા છે. અને દુનિયાભરના કૂતરાઓ ભ્રષ્ટાચારીઓને શોધવા છૂટા મૂકી દેવામાં આવે તો તે સીધા ગાંધીનગરમાં મોદીના બંગલે પહોચી જશે.'

અહમદ પટેલે વધુમાં જણાવ્યું કે 'મોદીને સુલતાન કહેવાથી શા માટે મરચા લાગે છે? મે તો તમને ગુજરાતના સુલતાન કહ્યા એ તો સારી વાત કહેવાયને? તેમણે ઉમેર્યું તમે અમને શીખવશો કે લોકશાહી શું છે?'

પટેલે જણાવ્યું કે મોદીએ બહેનોને એક વખત કહ્યું હતું કે તમે મને એક કાગળ લખજો હું તમારી વહારે આવીને ઉભો રહીશ. પટેલે જણાવ્યું કે આ બહેનો અહી વલખા મારે છે, તેમણે કાગળો લખી લખીને થાક્યા, પણ મોદીજી પત્રો વાંચતાય નથી અને તેમના કાને બહેનોનો અવાજ સંભળાતો પણ નથી.

તેમણે જણાવ્યું કે મોટાભાગના વિકાસ કોંગ્રેસના રાજમાં થયા છે. 108ની સુવિધા કેન્દ્ર સરકારની દેન છે અને રાજ્ય સરકાર આ યોજના પોતાના નામે ચડાવી રહી છે. વીજળીમાં ગુજરાત ઉન્નત છે તેના પાછળ પણ કેન્દ્રની મદદ છે, અને મોદી સરકાર બધી યોજનાને પોતાના નામે ચરાવી રહી છે.

અહમદ પટેલ દ્વારા સુલતાન કહેવા પર મોદીએ પણ તેમની પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે 'સુલતાનને તો રાજવંશ પૈદા કરે છે, અને આપે તો નવી દિલ્હીમાં આખી જીંદગી આ રાજવંશોની સેવા કરવામાં વીતાવી દીધી છે. માટે આપને આના કરતા બીજો કોઇ શબ્દ સૂજી જ ના શકે.'

આ પહેલા નરેન્દ્ર મોદીએ પણ અહેમદ પટેલ પર શાબ્દિક બાણ ચલાવતા કહ્યું હતું કે કોંગ્રેસ 'અહમદ મિયા પટેલ'ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માગે છે. પરંતુ તેઓ તેમનું નામ મુખ્યમંત્રી માટે જાહેર કરતા ડરે છે.

English summary
Narendra Modi is corrupted leader in Gujarat, and Modi also re-attack on Ahmed Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X