ટ્વિટર પર સૌથી વધુ ફૉલોવર વાળા નેતા છે મોદી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માઇર્કો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર સૌથી વધુ ફૉલોવરવાળા નેતા છે તો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ફૉલોવરની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ટ્વિટર ઇન્ડિયા તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા અનુસાર નરેન્દ્ર મોદીના લગભગ 37 લાખ ફૉલોવર છે. ટ્વિટરમાં હાલ ભારતીય નેતાઓમાં કોઇ બીજા નેતાના આટલા ફૉલોવર નથી.

નરેન્દ્ર મોદી બાદ બીજા સ્થાન પર શશિ થરૂર છે જેમના 21.3 લાખ ફૉલોવર છે. અરવિંદ કેજરીવાલના 16.2 લાખ ફૉલોવર છે. ગત ત્રણ મહિનામાં તેમના 6.3 લાખ નવા ફૉલોવાર બન્યા છે.

narendra-modi-twitter

ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ 10.3 લાખ ફૉલોવરની સાથે પાંચમા સ્થાન પર છે તો અભિનયની દુનિયામાંથી રાજકારણમાં પગ મુકનાર ગુલ પનાગના 8.3 લાખ ફૉલોવર છે. ભાજપના સુબ્રમણ્યમ સ્વામીના 4.9 લાખ ફૉલોવર, જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાના 4.8 લાખ, કોંગ્રેસ નેતા અજય માકનના 2.7 લાખ અને આપ નેતા કુમાર વિશ્વસના 2.5 લાખ ફૉલોવર છે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi BJP's remains the 'most-followed' Indian politician on Twitter by a wide margin of over 15 lakh followers. NaMo is followed by Congress leader Shashi Tharoor. AAP leader Arvind Kejriwal comes third.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X