લોકો કાંકરિયાની જેમ ગુજરી બજાર જોવા આવશેઃ મોદી
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા રિવરફ્રન્ટ પાસે ધોબીઘાટ અને ગુજરી બજાર સહિત આઇઆઇએમ ફ્લાયઓવરને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે મોદીએ ગુજરાતના વિકાસને પોકળ સાબિત કરતા લોકો પર પ્રહાર કરતા કહ્યું હતું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ વિકાસનો ઉત્તમ નમૂનો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જે રીતે લોકો કાંકરિયા જોવા માટે જાય છે તેવી જ રીતે લોકો હવે પછી આ નવા ગુજરી બજારને જોવા આવશે.

The new IIMA-Vastrapur flyover will help ease traffic congestion in this very busy part of Ahmedabad pic.twitter.com/qcQYDTP8e2
— Narendra Modi (@narendramodi) February 3, 2014
ગુજરાતના વિકાસને લઇને સતત પ્રહાર કરી રહેલા લોકોને મોદીએ જવાબ આપતા કહ્યું કે, ગુજરાતમાં વિકાસ થયો છે કે નહીં તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદનું રિવરફ્રન્ટ છે. જો જે લોકોને એવું લાગે છે કે ગુજરાતમાં કંઇ જ નથી થયું તો તેઓ અમદાવાદ આવે અને રિવરફ્રન્ટને જુએ. કેટલાક લોકો ગુજરાતને વારંવાર ચર્ચામાં લાવીને પોતાના રાજકીય રોટલા સેકવા માગે છે, પરંતુ આવા લોકો પાછળ સમય બગાડવાની જરૂર નથી. જનતા બધું જ જાણે છે. વિકાસ એ અમારો ઉદ્દેશ્ય છે. ઘણા વર્ષો પહેલા અર્બનાઇઝેશનને લોકો પડકાર સમજતા હતા પરંતુ અમે તેને અવસર સમજ્યા અને લોકોને એ અવસર આપ્યો. અમે જણાવ્યું કે વિકાસની દિશામાં અમે બીજા કરતા બે ડગ આગળ ચાલી રહ્યાં છીએ.
આધુનિક જીવન આપણી રાહ જોવાનું નથી. જગત આપણા કરતા આગળ ચાલતુ હોય તો આપણે બે ડગલાં આગળ ચાલતા શીખવું જોઇએ. આ દિર્ઘદ્રષ્ટિ સાથે આપણે ગુજરાતમાં પ્રગતિ કરી રહ્યાં છીએ અને તેના કારણે આપણો ડંકો વાગી રહ્યો છે. એકવાર આવા વિચારો ચાલુ થયા તો બધું બદલાઇ જશે. ઝૂપડું છોડીને મકાનમાં જવાથી મોટું નથી થવાતું. ઝૂપડાંમાં ઘર કરી ગયેલી માનસિકતામાંથી કૂદકો કરીને નવા ઘરમાં જવાની માનસિકતા લાવવી એ ખરો બદલાવ છે. જે આ પ્રકારની માનસિકતા કેળવે છે, તે જ આગળ વધતા હોય છે.
મને વિશ્વાસ છે કે અમદાવાદ આધુનિક ગુજરી એક નવું નજરાણું છે. ગુજરી સાથે અમદાવાદી સ્વાભાવને સીધો નાતો છે. એક પ્રકારે મારા મને ગુજરી આવકનું કેન્દ્ર નહીં એક વિરાસત પણ છે. ધોબીઘાટ હવે આધુનિક બનાવવામાં આવ્યું છે. આ નવરચનાનો ઉપયોગ આરોગ્યપ્રદ રીતે નવું નજરાણું પુરવાર થશે. મને વિશ્વાસ છે કે જે રીતે લોકો કાંકરિયા જોવા આવે છે તેવી રીતે લોકો હવે ગુજરી બજાર પણ જોવા માટે આવશે.












Click it and Unblock the Notifications
