For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ 2013ને સંબોધશે

|
Google Oneindia Gujarati News

modi-speech
ગાંધીનગર, 20 માર્ચ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગૂગલ બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ 2013માં 21 માર્ચ, 2013ના રોજ 'ટેક્નોલોજી ઇન પોલિટિક્સ' વિષય પર બોલવાના છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં 3D ટેકનોલોજીનો ભાષણ કરવા માટે ભરપૂર ઉપયોગ કર્યો હતો.

ગૂગલ હેન્ગઆઉટ પર 21 માર્ચના રોજ બપોરે 2.15 વાગે પોતાનું ભાષણ આપવાના છે. ટેકનોલોજી ઇન પોલિટિક્સ વિષય પર ભાષણ આપતા પહેલા તેઓ ગૂગલ હેંગઆઉટ પર ગૂગલ ઇન્કોર્પોરેશનના ચેરમેન એરિક સ્મિત સાથે વાર્તાલાપ કરશે.

આ સમિટમાં એરિક સ્મિત ઉપરાંત બ્રિટિશ ન્યુઝ પેપર ગાર્ડિયનના એડિટર ઇન ચીફ એલન રૂશબ્રિજર, અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વર્ષ 2008 અને 2012ના ચૂંટણી પ્રચારના ડેપ્યુટી ડાયરેક્ટર સ્ટેપની કટર પણ ભાગ લેશે.

આ સમિટ ગૂગલ દ્વારા યોજવામાં આવી છે. તેનો હેતુ શ્રેષ્ઠ બૌદ્ધિકો, રાજકીય નેતાઓ અને વિચારકો વિવિધ મુદ્દાઓ પર વાત કરશે. આ પ્રકારની ઇવેન્ટ વિશ્વના વિવિધ દેશો જેવા કે ન્યુ યોર્ક શહેર, લંડન, બર્લિન, મેડ્રિડ, નૈરોબી, મોસ્કો, સિઓલ વગેરેમાં પણ યોજવાની છે. આ સમિટમાં એક મુદ્દો વેબનું ભારતના ભવિષ્ય ઘડતરમાં, બિઝનેસ અને આર્થતંત્ર, રાજકારણ અને વહીવટ, કલ્ચર, મીડિયા અને શિક્ષણ પર પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ ચર્ચામાં નરેન્દ્ર મોદીની પસંદગી ભારતના ટ્રેન્ડ સેટર તરીકે ઉભરતી છબીને કારણે કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી ટેકનોલોજી અંગે માને છે કે તે સારા વહીવટનો સરળ, અસરદાર અને ઓછા ખર્ચે વહીવટ કરવાનો માર્ગ છે. આ કારણ રાજ્યના વહીવટમાં તેઓ આધુનિક તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ 21 ઓગસ્ટ, 2012ના રોજ પ્રથમવાર ગૂગલ હેન્ગઆઉટ પર લોકો સાથે વાચચીત કરી હતી. આ હેન્ગઆઉટ 121 દેશોમાં 40 લાખ લોકોએ નિહાળ્યું હતું. ત્યાર બાદ ચૂંટણીઓમાં પણ તેમણે થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

English summary
Narendra Modi to address Big Tent Activate Summit 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X