For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

150 કરોડની ઓફીસમાં બેસશે નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 23 ડિસેમ્બર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રીક લગાવનાર નરેન્દ્ર મોદી ત્રીજીવાર મુખ્યમંત્રી પદ ભોગવવા જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદી માટે ગાંધીનગરમાં મોંઘેરું કાર્યાલય તૈયરા કરવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ કાર્યાલય અધધ 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 26મી ડિસેમ્બરના રોજ શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પોતાની નવી ઓફીસમાં શીફ્ટ થશે તેવું સૂત્રોનું કહેવું છે. મોદીના આ નવિન કાર્યાલનું નામ 'પંચમૂર્તિ' રાખવામાં આવ્યું છે. અમદાવાદના એક નામી આર્કિટેક્ટે નરેન્દ્ર મોદીના નવિન કાર્યાલયની ડિઝાઇન તૈયાર કરી હતી.

ખાસ વાત એ છે કે મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓફિસના દરવાજા અને બારીઓમાં બૂલેટ પ્રૂફ કાચ લગાવવામાં આવ્યા છે. ઓફિસમાં એક અલગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેમાં કેબિનેટની બેઠક પણ થશે. ઉપરાંત આ રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ ગુજરાતમાં ત્રીજી વખત સરકાર બનાવવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 115, કોંગ્રેસે 61, જીપીપીએ 2, એનસીપીએ 1 અને અન્યોએ 3 બેઠક મેળવી છે.

English summary
Narendra Modi will shift in 150 crore new office in Gandhingar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X