For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીનું ગુજરાતનું નવા ચૂંટણી લક્ષી સંગઠન માળખાની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા નવા માળખાની જાહેરાત કરી દિધી છે. જેમા આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ તરીકે ગોપલ ઇટાલિયા યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે ઇશુદાન ગઢવી અને ઇન્દ્રનિલ રાજ્યગુરુને રાષ્ટ્ર

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા નવા માળખાની જાહેરાત કરી દિધી છે. જેમા આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ તરીકે ગોપલ ઇટાલિયા યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે ઇશુદાન ગઢવી અને ઇન્દ્રનિલ રાજ્યગુરુને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન આપવામાં આવ્યુ છે. ઇશુદાન ગઢવીને નેશનલ સેક્રેટરી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેકેટરી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.

AAP

આ આદમી પાર્ટીના નવા સંગઠનમાં 850 જેટલા કાર્યકર્તાઓને સમગ્ર રાજ્યમાથી ચૂંટણી પહેલા પાર્ટીમાં હોદો આપીને કામગીરી સોપવામાં આવશે.

આ મામલે માહિતી આપતા આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ડૉ. સંદિપ પાઠકે નવા મળખાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા સંગઠની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા દરમિયાન રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે. જનવાંદ પણ કરવામાં આવ્યો ગામડે ગામડે બેઠકો કરવામાં આવી છે. જેનતાને વિકલ્પ જોઇએ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિકલ્પ બનીને આવશે.

ગુજરતામાં છેલ્લા બે મહિનામાં લાખો લોકો જોડાયા છે. જ્યારે 30 હજાર જેટલા એક્ટિવ લોકો આપ સાથે કામ કરી રહ્યા છે. આ ઝંબો માળખામાં છેક મહાનગરોથી લઇને ગમડા સુધીના માળખમાં સમાવે કવરામાં આવ્યો છે. આજે પહેલા માખળાની જાહેરાત કરવામાં આવી છે.

સંદિપ પાઠકે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કરવામાં આવશે. જેને ચોક્કસ સમયે જાહેર કરીશુ.

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં અલગ અલગ સેલી લઇને પ્રમુખ અને ઉપપ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કામ કર્યા બાદ લોકોનો આવકાર મળ્યો છે અને સંદિપ પાઠકના આવ્યા બાદ આવનારા પરીણામો ચોકાવનારા હશે.

ઇશુદાન ગઢવીએ નવા નિમાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતુ કે, સંગઠન વિધાનસભા અને લોકોસભા વાઇઝ બનવામાં આવ્યુ છે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી હશે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ કે, ચૂંટણી જીવા માટે નવા સંગઠનની રજના કરવામાં આવી છે. જેમા માત્ર પ્રદેશ પ્રમુખનો હોદો જ ચાલુ રાખવામાં આવ્યો છે. આ પહેલાનું જે માળખુ હતુ તે ફક્ત અમારી વાત જનતા સુધી પહોચાડવા માટેનું હતુ. હવે જે માળખુ બનાવામાં આવ્યું છે તે ચૂંટણીની વ્યુહરચના બનાવીને જતવા માટેનું હશે.

English summary
National responsibility to Ishudan Gadhvi and Indranil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X