National Sports Day: CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો
National Sports Day: CM ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ 2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.

નેશનલ સ્પોર્ટ ડે (National Sports Day) નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારી
આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે (National Sports Day) નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે. નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે.કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 (Commonwealth Games 2030) માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ખેલ મહાકુંભ 2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ
ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલ મહાકુંભ 2025 (Khel Mahakumbh 2025)માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. 2002માં રાજ્યમાં 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે રાજ્યના ખેલાડીઓ માટે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે. અમદાવાદમાં નારણપુરા ખાતે 22 એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.
સ્પોર્ટ્સ પોલિસી-2025 પણ જાહેર કરવામાં આવી
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સંસદ સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને કેન્દ્ર સરકારે ખેલાડીઓના હિતોના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતને વૈશ્વિક રમતગમત ક્ષેત્રનું પાવરહાઉસ બનાવવા અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી-2025 (Sports Policy-2025) પણ જાહેર કરવામાં આવી છે.
દેશમાં 'નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણીનો પ્રારંભ PM નરેન્દ્ર મોદીએ કર્યો
CMએ સૌને દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને વોકલ ફોર લોકલ થકી આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનએ જણાવ્યું હતું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃતિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે. દેશમાં 'નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણીનો પ્રારંભ PM નરેન્દ્ર મોદીએ કર્યો છે.
પદ્મશ્રી અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, ગુજરાત રમતગમત પ્રિય રાજ્ય છે. કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે, તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે. તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. આ માટે તાલીમ અને હાર્ડવર્ક પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે SJAG - સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈનએ કહ્યું કે, આજના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ વધુ સક્રિય બને અને પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રયાસો પણ રાજ્ય સરકારના અભિગમને પીઠબળ સમાન છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા અને ઉભરતા ખેલાડીઓને સન્માનિત કરે છે એપણ એક ઉમદા કાર્ય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
-
Gujarat UCC Bill: લગ્ન-તલાકથી લઈને લિવ-ઈન સુધી, ગુજરાતમાં UCCથી શું-શું બદલાશે -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ?






Click it and Unblock the Notifications
