Navratri GIF : હવે સેલ્ફી નહીં નવરાત્રીમાં વીડિયોનો ટ્રેન્ડ છે!

નવરાત્રીમાં હવે લોકો બનાવી રહ્યા છે નીતનવા Gif અને મેમે. સ્લો વીડિયો અને કૂલ મેમે આજકાલ સોશ્યલ મીડિયામાં છે ટ્રેન્ડમાં. તો તમે પણ જુઓ આવા જ કેટલાક કૂલ વીડિયો અહીં.

Navratri 2017ની શરૂઆત થઇ ચૂકી છે. નવ દિવસ ચાલતા દુનિયાના સૌથી મોટો નૃત્યુપર્વમાં ભક્તિ અને અનુષ્ઠાન પણ છે અને સ્ટાઇલ અને કૂલ ફેશનનો ટચ પણ છે અને એટલે જ તો તે ગુજરાતની આગવી ઓળખ છે. નવરાત્રી માં આજે પણ જ્યાં લોકો ગરબાની વચ્ચે મોબાઇલમાં સેલ્ફી લેવામાંથી ઊંચા નથી આવતાા ત્યાં જ નવરાત્રી વીડિયો અને મેમે પણ હાલ સોશ્યલ મીડિયામાં એટલી જ ધૂમ મચાવી રહ્યા છે. મોટા ભાગના યંગસ્ટર કૂલ મેમે કે Gif બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. તેમાં પણ સ્લો મોશન અને ફાસ્ટ મોશન વીડિયો, હાલ છે ઇન ટ્રેન્ડમાં. તો જુઓ આવા જ કેટલાક કૂલ વીડિયો...

Navratri

છમ્મક છલ્લો!

સુરતમાં કેટલાક યુવાનોએ આ મસ્ત મજાનું GIF બનાવ્યું છે. શાહરૂખ ખાનની ફિલ્મ રા વનનું પોપ્યુલર ગીત છમ્મક છલ્લોની સ્ટાઇમાં આ યુવકોએ મેમ બનાવ્યું છે. જે જોઇને તમને ચોક્કસથી મજા પડી જશે.

સ્લો મોશન

તો બીજી તરફ નવરાત્રી રમતી વખતે આ રીતના સ્લો મોશન વીડિયો પણ લોકોને સોશ્યલ મીડિયામાં ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફાસ્ટ ફોરવર્ડ વીડિયો અને સ્લો મોશન વીડિયોએ નવરાત્રીમાં સોશ્યલ મીડિયાનું માર્કેટ ગરમાઇ દીધું છે. આ વીડિયો કેતનભાઇનો છે. જેમના ફોટો અવાર નવાર નવરાત્રી દરમિયાન છાપાઓમાં આવતા રહેતા હોય છે.

GIF

તો બીજું GIf પણ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલા ડાંડિયાની રમજટ વખતે જ બનાવવામાં આવ્યું છે. પ્રણવ જાની, ઉત્સવ રાવલ, મિલિન મોદી, રિચા પટેલ, અશી મોદી, દિશા બરફીવાલા અને સમર્થ પટેલ અને તેમના મિત્રો દ્વારા આ બનાવવામાં આવ્યું છે.

નાના ભૂલકાં

અને સૌથી છેલ્લે આ ક્યૂટ વીડિયો જેમાં બે નાની બાળકીનો છે. જેમાં તેઓ ગરબાની સરસ મજાની સ્ટાઇલ રમી રહી છે. આમ પણ જ્યારે નાના બાળકો ગરબા રમતા શીખી રહ્યા હોય છે ત્યારે તે તેમની માસૂમિયતથી જે પણ ગરબા રમે છે તે જોવાની ખરેખરમાં ખૂબ જ મજા આવે છે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X