અમદાવાદમાં ગરબે ઘૂમ્યા વરુણ ધવન અને તાપસી પન્નુ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટર્સ વરુણ ધવન અને તાપસી પન્નુ નવરાત્રીની મજા માણવા અમદાવાદ પહોંચ્યા હતા. વરુણ ધવનની ફિલ્મ 'જુડવા 2' ટૂંક સમયમાં જ રિલીઝ થઇ રહી છે અને આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ અને જેકલિન ફર્નાન્ડિઝ પણ છે. 29 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થનાર આ ફિલ્મનું જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. નવરાત્રી શરૂ થતાં આ ત્રણેય એક્ટર્સ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહ્યાં છે.

અમદાવાદમાં માણી ગરબાની મજા

અમદાવાદમાં માણી ગરબાની મજા

નવરાત્રી અને ગરબાનું નામ આવે અને ગુજરાત યાદ ન આવે એવું તો બને જ કેમ! આથી જ વરુણ ધવન અને તાપસી પન્નુ ગુજરાતના ગરબાની મજા માણવા તેમજ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા હતા. બંને અહીં સ્ટેજ પર દાંડિયાની મજા લેતા જોવા મળ્યા હતા.

ચણીયા ચોળીમાં તાપસી

ચણીયા ચોળીમાં તાપસી

અમદાવાદ પહોંચેલ તાપસી ટિપિકલ ગરબાના આઉટફિટમાં જોવા મળી હતી. તાપસીએ યલો અને પિંક ચણીયા ચોળી પહેર્યા હતા. સુંદર જ્વેલરી અને માથામાં ગજરા સાથે તેણે પોતાનો લૂક પૂર્ણ કર્યો હતો. ચણીયા ચોળીમાં સ્ટેજ પર દાંડિયા રામતી તાપસી ખૂબ સુંદર લાગી રહી હતી.

વરુણ ધવનનો ટ્રેડિશનલ અવતાર

વરુણ ધવનનો ટ્રેડિશનલ અવતાર

વરુણ ધવન પણ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યો હતો. તેણે ટ્રાઉઝર્સ પર બ્લેક કુર્તો પહેર્યો હતો અને પોતાના લૂકને થોડો સ્ટાયલિશ ટચ આપવા માટે ઉપર શિમરી જેકેટ પહેર્યું હતું. ગરબા પાર્ટી માટે વરુણનો આ લૂક એકદમ પરફેક્ટ હતો

સલમાન ખાન પણ જોવા મળશે!

સલમાન ખાન પણ જોવા મળશે!

આ ઇવેન્ટની કેટલીક તસવીરો વરુણ ધવને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર મૂકી હતી અને અમદાવાદવાસીઓનો આભાર પણ માન્યો હતો. ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'જુડવા'ની સિક્વલ છે. આ ફિલ્મમા સલમાન ખાનનો પણ કેમિયો છે.

English summary
Ahmedabad: Varun Dhawan and Tapasee Pannu enjoyed a grand Garba Night in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.