નવરાત્રી વિશેષઃ બીજા દિવસે થાય છે માં બ્રહ્મચારિણીની પૂજા

તમે આ વાતથી અજાણ નહીં હોવ કે બ્રહ્મચારિણીનો અર્થ તપની રાણી એટલે કે તપનું આચરણ કરનાર. તો જે લોકો આ રૂપની પૂજા કરે છે તો તેમને સાધક થવાનો લાભ મળશે. આજના દિવસે માંની પૂજા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઇએ.
दधांना कर पहाभ्यामक्षमाला कमण्डलम।
देवी प्रसीदतु मयि ब्रह्मiचारिण्यनुत्तमा।।
બ્રહ્મચારિણીમાં સ્વેત વસ્ત્ર પહેરેલાં જમણા હાથમાં અષ્ટદલની માળા અને ડાબા હાથમાં કમંડલ લઇને સુશોભિત છે. પૌરાણિક ગ્રંથો અનુસાર તેઓ હિમાલયના પુત્રી હતા અને નાદરનો ઉપદેશ બાદ ભગવાનને પતિ સ્વરૂપે પામવા માટે તેમણે કઠોર તપ કર્યું. જેના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું.
કહેવાય છે કે સાચા મનથી માં પાસે જે માંગવામાં આવે છે તે પૂર્ણ થાય છે. આજે જાતકે મનથી માંની પૂજા કરવી જોઇએ જેથી આવનારા દરેક સંકટને માં દૂર કરી નાંખશે.












Click it and Unblock the Notifications
