For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોંડલમાં દલિત મુદ્દે યુવકે પીધુ એસિડ, શંકરસિંહે કહ્યું ભાજપનો વાંક!

|
Google Oneindia Gujarati News

ઉના દલિત અત્યાચાર મામલે ગોંડલના બીલીયાળા ગામે એક દલિત યુવકે એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જે બાદ તે યુવકને નજીકની હોસ્પટિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો છે. વધુમાં સારંગપુર ખાતે ઉના દલિત અત્યારચાર મામલાનો વિરોધ કરી રહેલા બસપાના 500 જેવા કાર્યકર્તાઓની પોલિસે અટક કરી છે.

ત્યારે આ અંગે વિપક્ષ કોંગ્રેસથી પ્રતિક્રિયા આપતા ક્રોંગ્રેસ નેતા શંકર વાધેલા કહ્યું કે દલિત અત્યાચાર માટે ભાજપના લોકો જ જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું કે ગૌમાંસની હેરાફેરી માટે સરકાર પગલાં નથી લેતી. આરોપી સામે 308ની કલમ લગાવીને અટક કરવી જોઇતી હતી. જો દલિતોનું રક્ષણ નહીં થાય તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાશે.

alpesh thakor

નોંધનીય છે કે ઉનામાં દલિતોને મૃત ગાયોનું ચામડું ખેંચવા મામલે મારવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થતા દલિત સમાજે આ વાત અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને ન્યાયની માંગણી કરી હતી. આ કેસમાં હજી સુધી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
New Turn On una dalit case latest update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X