રાજકોટ માં નવ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

હજુ સુરત રેપ અને બળાત્કાર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસ ફાંફા મારી રહી છે અને આ મુદે સમગ્ર રાજ્યમાં પ્રજામાં આક્રોશ છે. ત્યારે રાજકોટમાં નવ વર્ષની માસૂમ બાળકી સાથે તેની નજીકમાં જ રહેતા યુવકે બાળકી સાથે પંદર દિવસમાં બે વાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં નોંધવામાં આવતા ચકચાર ફેલાઇ ગઇ છે.

rajkot

જો કે રાજકોટ પોલીસે સમયસુચકતાથી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઇને રાહત અનુભવી છે. આ બનાવની વિગતો એવી છે કે રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં નવ વર્ષની ટીના (નામ બદલેલ છે) તેના પરિવાર રહે છે અને તેની બાજુમાં જ રહેતો 22 વર્ષનો યુવક કમલેશ ભરવાડ અવારનવાર તેને ઘરે બોલાવીને શારિરીક અડપલા કરતો હતો. જો કે નાની બાળકી કઇ સમજી શકતી નહોતી. આ દરમિયાન પંદર દિવસ પહેલા કમેલેશે તેને બોલાવીને ચોકલેટ આપીને વિશ્વાસમાં લઇને તેને મોબાઇલ ફોનમાં પોર્ન ક્લીપ બતાવી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ.

જો કે આ સમયે તેણે બાળકીને જણાવ્યું હતું કે તે કોઇને આ અંગે જાણ ન કરે અને તે તેને ચોકલેટ આપશે. બાદમાં રવિવારે બપોરે બાળકી તેના ઘરે ગઇ ત્યારે તેણે ફરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને જો કે સાંજના સમયે બાળકીને ગુપ્ત ભાગમાં દુખાવો થતા તેણે તેની મોટી બહેનને જાણ કરી હતી. જો કે તેની મોટી બહેને ટીનાના ગુપ્ત ભાગમાં ઇજાઓ જોતા ચોંકી ઉઠી હતી અને તેણે આ અંગે પુછતા ટીનાએ સમગ્ર હકીકત જણાવી હતી અને તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને આ બાબતે પોલીસને જાણ કરતા ઘટનાને ગંભીરતાથી લઇને પોલીસે આરોપી કમલેશ ભરવાડ સામે ગુનો આઇપીસીની કલમ 376, 377, 354, 354 એ અને પોક્સોની કલમ 6 અને 10 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને સોમવારે સવારે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં આરોપીએ ટીના સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનું બહાર આવતા તેની સામે 377ની કલમ હેઠળ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી તેનો મોબાઇલ પણ જપ્ત કર્યો છે અને કેટલીક વાંઘાજનક ક્લીપ પણ તેમાં મળી આવી છે.

English summary
Rajkot Police arrested a man, rape with a nine year old girl

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.