For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિત્યાનંદ કેસઃ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવવાનો આરોપ, સાધ્વીઓના રિમાન્ડ 2 દિવસ વધ્યા

નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમમાં તપાસ કરી રહ્યા એસઆઈટી પર નિત્યાનંદ સમર્થકો તરફથી ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

વિવાદાસ્પદ ગુરુ સ્વામી નિત્યાનંદ ક્યાંક ભાગી ગયા છે તેમના કોઈ સમાચાર નથી. બાળકોને બંધક બનાવીને કામ કરાવવા અને યુવતીઓને ગાયબ કરવાના કેસમાં તેમની સામે કેસ ફાઈલ થયેલો છે. સાથે જ યુવતીઓના પરિજનો તરફથી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. નિત્યાનંદની 2 સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરીને પોલિસ રોજ પૂછપરછ કરી રહી છે. તેમના પોલિસ રિમાન્ડ 2 દિવસ વધારી દેવામાં આવ્યા છે. આ દરમિયાન નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમમાં તપાસ કરી રહ્યા એસઆઈટી પર નિત્યાનંદ સમર્થકો તરફથી ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કહેવામાં આવ્યુ છે કે એસઆઈટી તપાસના બહાને બાળકોને પ્રતાડિત કરી રહી છે સાથે જ તેમને અશ્લીલ ક્લિપ પણ બતાવી છે. આ આરોપો માટે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

એસઆઈટી પર ઉલટા નિત્યાનંદના સમર્થકોએ લગાવ્યા આરોપ

એસઆઈટી પર ઉલટા નિત્યાનંદના સમર્થકોએ લગાવ્યા આરોપ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમમાં બાળકોને બંધક રાખવા અંગેની તપાસ એસઆઈટી કરી રહી છે. ઉપરના આરોપ લગાવીને હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે એસઆઈટી તપાસના બહાને આશ્રમના બાળકોને ટૉર્ચર કરી રહી છે. વળી, થોડા દિવસો અગાઉ પોલિસે ખુલાસો કર્યો હતો કે નિત્યાનંદ માટે તેના આશ્રકર્મી યુવતીઓને સજાવતા હતા. બાળકો પાસે બળજબરીથી કામ કરાવવામાં આવતુ હતુ અને નિત્યાનંદનો પ્રચાર-પ્રસાર કરાવવામાં આવતો હતો.

પોલિસે તપાસ શરૂ કરી તો નિત્યાનંદ ન મળ્યા

પોલિસે તપાસ શરૂ કરી તો નિત્યાનંદ ન મળ્યા

પોલિસે જ્યારે તપાસ શૂ કરી તો નિત્યાનંદ આશ્રમમાં ન મળ્યા. તેમનો પાસપોર્ટ પણ એક્સપાયર થઈ ચૂક્યો છે. એવામાં પોલિસે તેને શોધવા માટે આશ્રમ તેમજ તેમના અન્ય ઠેકાણાઓ પર રેડ પાડી. માલુમ પડ્યુ કે અમદાવાદ જિલ્લાના હીરાપુર ગામમા સ્થિત ડીપીએસ (પૂર્વ)ના પરિસરથી ચાલી રહેલ નિત્યાનંદનો આશ્રમ પણ વિવાદિત ભૂમિ પર છે.

આ પણ વાંચોઃ બંધારણ દિવસઃ પીએમે કહ્યુ, બંધારણે દેશની એકતા અને અખંડતાને સર્વોચ્ચ રાખીઆ પણ વાંચોઃ બંધારણ દિવસઃ પીએમે કહ્યુ, બંધારણે દેશની એકતા અને અખંડતાને સર્વોચ્ચ રાખી

આશ્રમ માટે જમીન આપવા બાબાતે સ્કૂલને નોટિસ

આશ્રમ માટે જમીન આપવા બાબાતે સ્કૂલને નોટિસ

વાસ્તવમાં અમદાવાદ નગર પ્રશાસને આશ્રમ માટે લીઝ પર જમીન આપવા મામલે દિલ્લી પબ્લિક સ્કૂલ (પૂર્વ)ને નોટિસ જારી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યુ કે સ્કૂલ પ્રશાસન તરફથી જે જમીન આપવામાં આવી હતી તેનાથી સંબંધિત રિપોર્ટમા વિસંગતતા જોવામાં આવી છે જે રાજ્ય શિક્ષણ વિભાગ પાસેથી અનુમતિ લેવા દરમિયાન થઈ હતી.

English summary
Nityanand Case: SIT Accused Of Torturing Children, but police says- nithyananda is Guilty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X