ગુજરાતના 17 જિલ્લામાં કોરોનાવાયરસના 0 કેસ નોંધાયા
ગુજરાતના 17 જિલ્લામાં કોરોનાવાયરસના 0 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાવાયરસ આખરે કાબૂમાં આવી ગયો હોય તેવું આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાવાયરસના 93 કેસ નોંધાયા હતા, જે સતત બીજા દિવસે 100થી ઓછા છે. જ્યારે 326 દર્દીઓ કાલે રિકવર થઈ ઘરે પહોંચી ગયા. સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ મુજબ કુલ 8 લાખ 23 હજાર 433 લોકોને કોરોનાવાયરસ થયો છે.

મંગળવારે કોરોનાવાયરસના 2 દર્દીઓ મૃત્યુ પામ્યા, જેમને ઉમેરતાં અત્યાર સુધીમાં રાજ્યમાં મૃત્યુ પામનાર કોરોનાવાયરસના દર્દીની કુલ સંખ્યા 10,056 થઈ છે. કુલ એક્ટિવ કેસ 3230 છે.
સોમવારે ગુજરાતમાં કોરોનાવાયરસના 96 નવા કેસ નોંધાયા હતા. આ પહેલીવાર હતું જ્યારે 14 મહિના બાદ પ્રથમ વખત કોરોનાના નવા કેસ 100થી નીચે આવી ગયા હોય.
ગતરોજ સુરત જિલ્લામાં સૌથી વધુ કોરોનાના 22 નવા કેસ નોંધાયા છે, જે બાદ અમદાવાદમાં 20, વડોદરામાં 15 અને રાજકોટમાં 8 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કાલે કોરોનાવાયરસના એકેય કેસ નોંધાયા નથી.
સ્વાસ્થ્ય વિભાગ મુજબ અમદાવાદ અને તાપી જિલ્લામાં 1-1 દર્દીના મૃત્યુ થયાં.
જો કોરોના વેક્સીનની વાત કરીએ તો મંગળવારે કુલ 2 લાખ 65 હજાર 614 લોકોને કોરોનાવાયરસની વેક્સીન આપવામાં આવી છે, સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં 2 કરોડ 53 લાખ 866 લોકોને કોરોના વેક્સીન અપાઈ છે. જેમાંના 1.99 કરોડ લોકોએ તેમનો પહેલો ડોઝ મેળવ્યો છે. જ્યારે 55.31 લાખ લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધો છે.












Click it and Unblock the Notifications
