For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેન્દ્રનગરના કુખ્યાત ગેંગસ્ટર અને પુત્રનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

એક કુખ્યાત ગેંગસ્ટર કે જેની સામે 86 જેટલા ગુના નોંધાયેલા છે અને તેનો 18 વર્ષીય પુત્ર શનિવારની રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

|
Google Oneindia Gujarati News

એક કુખ્યાત ગેંગસ્ટર કે જેની સામે 86 જેટલા ગુના નોંધાયેલા છે અને તેનો 18 વર્ષીય પુત્ર શનિવારની રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. મૃતકોની ઓળખ હનીફ ખાન જટ મલેક ઉર્ફે કાલો ઉર્ફે મુન્નો (44) અને તેના પુત્ર મદીન હનીફ ખાન જટ મલેક (18) તરીકે થઈ છે.

police

નાયબ પોલીસ અધિક્ષક એચપી જોશીએ જણાવ્યું હતું કે, બંને (હનીફ અને મદીન) એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વીએમ જાડેજાની આગેવાની હેઠળની ટીમ હનીફની ધરપકડ કરવા ગેડિયા ગામમાં ગઈ હતી, જે ગુજસીટીઓસી (ધ ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) એક્ટ હેઠળના એક સહિત અનેક કેસમાં વોન્ટેડ છે.

જોશીએ જણાવ્યું હતું કે, હનીફે તેને પકડવા આવેલી પોલીસ ટીમ પર ત્રણ ગોળીબાર કર્યા હતા, જ્યારે તેના પુત્ર મદિને તેમના પર ધારિયા (બિલ હૂક) વડે હુમલો કર્યો હતો. બિલ હૂક હુમલામાં બે પોલીસ ઘાયલ થયા હતા. જેની જવાબી કાર્યવાહીમાં પોલીસે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો જેમાં હનીફ અને મદીન માર્યા ગયા હતા.

પિતા-પુત્રના મૃતદેહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. જોશીના જણાવ્યા મુજબ, હનીફ સુરેન્દ્રનગરમાં ગુજસીટીઓસી કેસમાં વોન્ટેડ ત્રણ ફરાર ગુનેગારોમાંનો એક હતો.

પોલીસે જણાવ્યું હતું કે, હનીફ કુખ્યાત નોટોરીયસ ગેંગનો સભ્ય હતો, જે ગેડિયા ગેંગ તરીકે ઓળખાય છે, જેણે હાઇવે પર ટ્રકોને નિશાન બનાવી હતી. આ ટોળકી ચાલતી ટ્રકોમાંથી માલસામાનની લૂંટ કરતી હતી અથવા રાત્રિ દરમિયાન હાઇવે પર વાહનના ડ્રાઇવર પર હુમલો કર્યા બાદ ટ્રક લૂંટી લેતી હતી.

હનીફ વિરુદ્ધ 86 ગુના નોંધાયેલા છે, જેમાંથી 59 કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કેસમાં તેને ફરાર દર્શાવાયો હતો. હનીફ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો, ચોરી, હુમલો સહિતના ગુનાઓ નોંધાયા છે.

સુરેન્દ્રનગરના એસપી એચપી જોશીએ જણાવ્યું હતું કે, હનીફ ગેડિયા ગેંગનો સભ્ય હતો. જેના સભ્યો વિરુદ્ધ ઓછામાં ઓછા સાત જિલ્લામાં 125 થી વધુ કેસ નોંધાયેલા છે. હનીફની પત્ની બિલકીસ, તેનો ભાઈ રાશિદ ખાન, સાળો વસીમ ખાન અને પિતરાઈ ભાઈ અજરત ખાન બધા ગુજક્ટોસી એક્ટ હેઠળ નોંધાયેલા ગુના માટે જેલમાં છે.

હનીફના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસે તેને જાણી જોઈને ગોળી મારી હતી. હનીફની પુત્રી સિમરને એવો પણ આરોપ લગાવ્યો હતો કે એન્કાઉન્ટરમાં માર્યો ગયો તેનો ભાઈ મદીન સગીર અને 16 વર્ષનો હતો. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. હનીફની ભત્રીજી સિમરન અને રિંકુએ પણ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, પીએસઆઈ જાડેજાએ અગાઉ પણ મારા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. શનિવારની રાત્રે પોલીસ ટીમ તેમનો સામનો કરવા આવી હતી.

English summary
Notorious gangster and son of Surendranagar were killed in police encounter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X