હાર્દિક પટેલ આ દિવાળી જેલમાં જ રહેશે: સુપ્રિમ કોર્ટ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલ આ દિવાળી જેલમાં જ રહેશે: સુપ્રિમ કોર્ટ

હાર્દિક પટેલ આ દિવાળી જેલમાં જ રહેશે: સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટ, રાજદ્રોહના કેસમાં પકડાયેલા હાર્દિક પટેલને વધુ બે મહિના જેલમાં રાખવાનું કહ્યું છે. જે જોતા લાગે છે કે હાર્દિક પટેલની દિવાળી, ક્રિસમસ અને ન્યૂયર જેલમાં જ રહીને જ મનાવવું પડશે. સુપ્રિમ કોર્ટે પોલિસને બે મહિના સુધી આ કેસની તમામ તપાસ પૂરી કરી ચાર્જશીટ દાખલ કરવાનું કહ્યું છે. જે માટે સુપ્રિમ કોર્ટ હાર્દિક પટેલ આવનારા બે મહિના જેલમાં રહેવાનું કહ્યું છે. નોંધનીય છે કે આ અંગે વધુ સુનવણી 5 જાન્યુઆરીએ થશે. ત્યાં સુધી પાટીદારો માટે અનામતની માંગ કરી હાર્દિક પટેલને જેલમાં જ રહેવું પડશે.

144 કલમ લાગુ હોવાના લીધે ભાજપના નેતાએ આવવું નહીં

144 કલમ લાગુ હોવાના લીધે ભાજપના નેતાએ આવવું નહીં

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર રહેતા પાટીદારોએ તેમની સોસાયટી બહાર બીજેપી વિરોધી બેનર લગાવી, રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો.

પાટીદારો કર્યા બીજેપી હાય હાયના સુત્રોચ્ચાર

પાટીદારો કર્યા બીજેપી હાય હાયના સુત્રોચ્ચાર

વધુમાં અમદાવાદની વસ્ત્રાલ વિસ્તારની સોસાયટી ના પાટીદારોએ તેમની સોસાયટીમા બીજેપી નેતાઓના આવવા માટે પ્રતિબંધ મૂક્યો છે. વળી તેમણે આ પ્રસંગે બીજેપી વિરોધી સુત્રોચ્ચાર કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને હરાવીની ચિમકી પણ ઉચ્ચારી હતી.

દિવાળી પહેલા અમદાવાદમાં થયું ચેકિંગ

દિવાળી પહેલા અમદાવાદમાં થયું ચેકિંગ

તહેવારોના સમયે કોઇ અસામાજિક તત્વો દ્વારા કોઇ અપ્રિય ધટના ના બને તે માટે અમદાવાદના જાણીતા સી.જી.રોડ પર પોલિસે પેટ્રોલિંગ અને વાહનોની તપાસ કરીને સધન ચેકિંગ કર્યું હતું.

ક્રોંગ્રેસ એનસીપી ફાળવી બે સીટો, થયો વિવાદ

ક્રોંગ્રેસ એનસીપી ફાળવી બે સીટો, થયો વિવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 192 સીટોમાંથી ક્રોંગ્રેસે એનસીપીને ખાલી 2 જ સીટો ફાળવતા એનસીપીના કાર્યકર્તાઓ નારાજ થયા છે. વધુમાં તેમણે પ્રદેશ પ્રમુખને રાજીનામાં આપવાની ચિમકી પણ ઉચ્ચારી છે. નોંધનીય છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનસીપી અને ક્રોંગ્રેસ સાથે મળીને લડવાના હતા.

દિવાળી પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા

દિવાળી પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા

દિવાળી વખતે મીઠાઇઓમાં કોઇ ભેળસેળ ના થાય તે માટે કરીને વડોદરાના આરોગ્ય વિભાગની બે ટીમોમાં શહેર ભરની 50 દુકાનોમાં ચેકિંગ કરીને નમૂના લઇને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે.

વડોદરામાં ઉમેદવારી મામલે ભાજપના રિસામણાં

વડોદરામાં ઉમેદવારી મામલે ભાજપના રિસામણાં

વડોદરાની મહાપાલિકાની ચૂંટણીમાં બે ટર્મથી વોર્ડ નંબર 16ના ઉમેદવાર અશોક પવારને પત્તુ કપાતા અશોક પવારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવાની વાત કહેતા કહ્યું છે પૈસા લઇને ભાજપમાં તમામ ટિકીટો વેંચવામાં આવી છે.

રાજકોટની અમૃત ડેરી પર પડ્યા દરોડો, મોટા જથ્થો કરાયો નાશ

રાજકોટની અમૃત ડેરી પર પડ્યા દરોડો, મોટા જથ્થો કરાયો નાશ

રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે અમૃત ડેરી ફાર્મ પર દરોડો પાડીને લો ફેટ વાળું પનીર અને અખાદ્ય મીઠાઇના જથ્થાનો મોટા પ્રમાણમાં નાશ કર્યો.

સુરત મહાપાલિકની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર

સુરત મહાપાલિકની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર

સુરત મહાપાલિકાની ચૂંટણી માટે બીજેપીએ તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાથી 50 ટકા ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. અને 37 સીટિંગ કોર્પોરેટ્સને ટિકિટ મળી છે. વધુમાં પાટીદારોને પણ મહત્વ અપાયું છે. કુલ 45 પાટીદાર ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X