આ મહિનામાં જ સર્જાઈ શકે છે 2 વાવાઝોડા, અંબાલાલ પટેલની મોટી આગાહી
આ નવેમ્બર મહિનામાં વધુ બે વાવાઝોડાંનો સામનો કરવો પડી શકે છે. આ આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. આ વાવાઝોડાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થશે, જેની અસર દેશના ઘણા ભાગોમાં જોવા મળશે.
પ્રથમ વાવાઝોડું અરબી સમુદ્રમાંથી ઉદ્ભવશે. 19 નવેમ્બર પછી અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેની અસર દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળશે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન સક્રિય થવાની શક્યતા છે અને 18 નવેમ્બર પછી હળવા પશ્ચિમી વિક્ષેપો પણ જોવા મળશે.

બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં આકાર લેશે. 24 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન અથવા ચક્રવાત સર્જાઈ શકે છે. આ સિસ્ટમ 28 નવેમ્બરથી મધ્યમ પશ્ચિમી વિક્ષેપ સાથે સક્રિય થવાની શક્યતા છે.
આ વાવાઝોડાની અસર દક્ષિણ પૂર્વીય તટો પર વધુ રહેશે, જ્યાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને જો તે ચક્રવાતમાં ફેરવાય તો પવનની ગતિ વધુ તેજ બની શકે છે. આ સિસ્ટમ છત્તીસગઢ અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોને પણ પ્રભાવિત કરશે.
આ હવામાન પલટાને કારણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં ફેરફાર આવી શકે છે. 22 નવેમ્બરના રોજ દેશના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. 19 તારીખથી હળવા વાદળો જોવા મળશે.
નવેમ્બરના અંતમાં ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે, જેના કારણે રાજ્યનું હવામાન ફરીથી બદલાઈ શકે છે. સવારના સમયે ઠંડીનો ચમકારો વધશે, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનો અનુભવ થશે, જ્યારે દરિયાકિનારાના ભાગોમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
