હવે સોમનાથ મહાદેવનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે, જાણો કેવી રીતે તૈયાર થશે
આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. અહીં બે પ્રસાદ બનાવવાના રસોડા અને યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે.

ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને સાથે સાથે આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. હવે આધુનિકીકરણમાં ઉમેરો કરતા સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. આનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. જેમાં બે પ્રસાદ બનાવવાના રસોડા અને જ્યાં યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે તે ભોજનાલયમાં પર્યાવરણ અનુકૂળ અને સુરક્ષિત ગેસ પુરવઠાની જાહેર સેવાઓ દ્વારા હજારો યાત્રીઓને જોડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. નોંધનીય છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના રસોડા દ્વારા નિઃશુલ્ક ભોજનનો લાભ લે છે.
સોમનાથ મંદિર પ્રત્યેની શ્રદ્ધા અને સેવામાં આઇઆરએમ એનર્જીએ કોઈપણ ગેસ સિક્યોરિટી ડિપોઝિટ લીધા વિના ટ્રસ્ટના તમામ ૭ રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઇપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરેલ છે. ટ્રસ્ટી પી.કે.લહેરીએ નેચરલ ગેસ પાઈપલાઈન દ્વારા મંદિર સંકુલને જોડવાના કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ તેમજ આઇઆરએમ એનર્જીના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
