નારાયણનો ભોગ બનનારમાં NRI યુવતી પણ
ગાંધીનગર, 11 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, બળાત્કારના આરોપનો સામનો કરી રહેલા નારાયણ સાંઇ સાથે જોડાયેલા અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં થયેલા ચોંકાવનારા ખુલાસા અનુસાર આઠ સાધિકાઓ નારાયણ સાંઇનો ભોગ બની હતી. 8 સાધિકાઓ બાબતે પૂછપરછ આગળ ધપાવતા જાણવા મળ્યું કે, આ આઠ સાધિકાઓમાં એક ભોપાલ, બે છત્તીસગઢ, બાકીની પંજાબની છે, જ્યારે તેમાં એક એનઆરઆઇ યુવતી પણ છે.બારડોલી સ્થિત શામપુરાથી ટીમ્બા જતા રોડ પર નહેરના પુલ પર બુધવારના રોજ વહેલી સવારે થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

નારાયણનો ભોગ બનનારમાં NRI યુવતી પણ
બળાત્કારના આરોપનો સામનો કરી રહેલા નારાયણ સાંઇ સાથે જોડાયેલા અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં થયેલા ચોંકાવનારા ખુલાસા અનુસાર આઠ સાધિકાઓ નારાયણ સાંઇનો ભોગ બની હતી. 8 સાધિકાઓ બાબતે પૂછપરછ આગળ ધપાવતા જાણવા મળ્યું કે, આ આઠ સાધિકાઓમાં એક ભોપાલ, બે છત્તીસગઢ, બાકીની પંજાબની છે, જ્યારે તેમાં એક એનઆરઆઇ યુવતી પણ છે. આ બધી જ સાધિકાઓ અલગ-અલગ આશ્રમમાં સેવા માટે આવી ત્યારે નારાયણ સાંઇ દ્વારા તેને ફસાવવામાં આવી હતી. નારાયણ સાંઇના ત્રાસના કારણએ એક સાધિકા લગ્ન કરી વિદેશ જતી રહી હોવાનું પણ બહાર આવ્યું છે.

રાજકોટઃ ડે. કમિશનર પર કોંગ્રેસીઓનો હુમલો
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પખવાડિયા પહેલા શહેરના સિંદુરિયાખાણ વિસ્તારમાં સરકાર અને મનપાની માલિકીના અનામત ગણાતા પ્લોટમાં એક મુસ્લિમ શખ્સે બનાવેલા બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઇને મનપા કચેરીએ રજૂઆત માટે આવેલા શહેર કોંગ્રેસના પ્રમુખ જશવંત સિંહ ભટ્ટી, વિપક્ષી નેતા પ્રવીણ રાઠોડ, પૂર્વ નેતા કેયૂર મસરાણી સહિતના નેતાઓ દ્વારા ડે. કમિશનર એમએમ કોટવાલ પર હુમલો કર્યો હતો. હુમલામાં કોટવાલને આંગળીના ભાગ ઇજા પહોંચી હતી.

બારડોલીઃ કાર અકસ્માતમાં પુત્રી સામે પિતાનું મોત
બારડોલી સ્થિત શામપુરાથી ટીમ્બા જતા રોડ પર નહેરના પુલ પર બુધવારના રોજ વહેલી સવારે થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની કન્યા વિદ્યાલયમાં પુત્રીને અભ્યાસ અર્થે મુકવા જતા પિતાની કારનો એક અજણાવ્યા વાહન સાથે અક્સમાત થયો હતો, જેમાં પુત્રીની નજર સામે જ પિતાનું મોત નીપજ્યું હતું. પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સુરતમાં ઇલેક્ટ્રોનિક્સના વેપારી પર ITનો સપાટો
સુરતમાં વહેલી સવારે આઇટીની રેન્જ-8 ટીમ દ્વારા ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ પર સપાટો બોલાવ્યો હતો. આઇટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. ઇલેક્ટ્રોનિક્સની દુકાન સહિત પાંચ ગોડાઉન પર વહેલી સવારે અધિકારીઓ પહોંચી જતાં મોટા પ્રમાણમાં કાળુ નાણું મળે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.

સુરતઃ નારાયણ સાંઇના બે દિવસના રિમાન્ડ મંજૂર
બળાત્કાર કેસના આરોપી નારાયણ સાંઇ અને તેના બોડી ગાર્ડ હનુમાનના ચીફ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગત કાલે નારાયણ સાંઇને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં સરકારી વકીલે આઠ દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેને જજ જે એન ઠક્કરે મંજૂર કર્યા હતા.












Click it and Unblock the Notifications
