ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રેલ રોકો આંદોલન મોકૂફ તેમ છતાં લોકો મણિનગર ક્રોસિંગે ઉમટ્યા

રેલ રોકો આંદોલન મોકૂફ તેમ છતાં લોકો મણિનગર ક્રોસિંગે ઉમટ્યા

ગુજરાત સરકારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ન્યાયની માંગણીઓ મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી. તેથી ગત રાત્રે રેલ રોકો આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત થઈ હતી, પરંતુ તેમ છતાં આજે મણિનગર રેલ્વે ક્રોસિંગે લોકો ઉમટી પડતા જિજ્ઞેશ મેવાણી પોતે ત્યાં સમજાવટ માટે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી તેથી ગત રાત્રે જ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રેલ રોકો આંદોલન મોકૂફ રહ્યું હોવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.

મંજૂરી વિના સભાના કેસમાં હાર્દિકની ઉદયપુરથી ધરપકડ

મંજૂરી વિના સભાના કેસમાં હાર્દિકની ઉદયપુરથી ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની ઉદયપુરથી ધરપકડ થઈ છે. બાયડ પોલીસે કલમ 188 હેઠળ હાર્દિક પટેલની ધરપકડ કરી છે. પાટીદાર આંદોલન બાદના હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે બાયડના તેનપુરમાં સભા યોજાઈ હતી. જોકે આ સભાને મંજૂરી આપવામાં આવી ન હતી. અને મંજૂરી વિના સભા યોજવાના કેસમાં પાસ કન્વિનર હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.

શિવસેનાના પ્રદેશ પ્રમુખના પુત્રનો સાવકી માતાએ જીવ લીધો

શિવસેનાના પ્રદેશ પ્રમુખના પુત્રનો સાવકી માતાએ જીવ લીધો

અંકલેશ્વર શિવસેનાના પ્રમુખના પુત્ર વિવેકની હત્યા તેની સાવકી માતા રોહિણીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં પોલીસે રોહિણીબેન પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને પારિવારિક ઝઘડાને કારણે તેમણે વિવેકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઇડીસીની મધુવન સોસાયટીમાં રહેતાં અને શિવસેનાના પ્રદેશ ઉપપ્રમુખ સતીષ પાટીલનો 17 વર્ષીય પુત્ર વિવેક ઉર્ફે બાદલ શનિવારે બપોર બાદ ગુમ થઈ બન્યો હતો. શનિવારે મધ્યરાત્રીએ સતીષ પાટીલના અન્ય મકાનના કમ્પાઉન્ડમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મોઢામાંથી ફીણ જોઈને પોલીસે હત્યાની થીયરી પર તપાસ આગળ વધારી હતી. પણ રોહિણીની પૂછપરછમાં તેણે પારિવારિક ખટરાગથી વિવેકની ગળું દબાવી હત્યા કરીની કબૂલાત કરી હતી.

પ્રથમ નોરતે માં અંબાના ધામમાં ભાવિકો ઉમટયા

પ્રથમ નોરતે માં અંબાના ધામમાં ભાવિકો ઉમટયા

આજે મા શક્તિના આગમનને વધાવવા માં અંબાના ધામ અંબાજી ખાતે વહેલી વારે જ આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. માતાજીના યંત્ર સ્વરૂપને સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. અને મોટી સંખ્યામાં ભાવિકોએ આરતીનો લાભ લીધો હતો. અને માતાજીના દર્શન કરીને કૃતાર્થ થયા હતા.

હાલ પરિસ્થિતીને જોતા અંબાજી મંદિરની સુરક્ષાની વધારાઇ

હાલ પરિસ્થિતીને જોતા અંબાજી મંદિરની સુરક્ષાની વધારાઇ

અંબાજી મંદિર ખાતે ચાચર ચોકમાં ગરબા રમાય છે તે માટે પણ આયોજક મંડળની બેઠક મળી હતી જેમાં ખાસ કરીને દેશની સરહદે તંગ પરિસ્થિતિને ધ્યાને લઇ સુરક્ષાની જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પોલીસકર્મીઓ સાથે મંડળના સૈનિકો પણ સાદા ડ્રેસમાં સુરક્ષાકર્મીની ભૂમિકા ભજવશે. સાથે અંબાજી મંદિરની સુરક્ષાને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અંબાજી નજીક રાજસ્થાનની બોડૅર માત્ર ચાર કિલો મીટર દૂર આવેલી છે. ત્યાં છાપરી ખાતે પણ પોલીસ જવાનો દ્વારા વાહનોની તપાસ કામગીરી હાથ ધરવામા આવી છે.

નર્મદા ડેમ ફરીથી છલકાયો

નર્મદા ડેમ ફરીથી છલકાયો

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થી પાણીની સારી આવક થઇ છે. નર્મદા ડેમમાં કલાકે 94,151 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે પાણીની જાવક 58,250 ક્યુસેક જેટલી છે. જેના કારણે ડેમમાં નર્મદા ડેમની સપાટી 121.95 મીટરે પહોંચી છે.

English summary
October 01 top local news gujarat bullet news.
Please Wait while comments are loading...