For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સુરત બાદ કેજરીવાલનો અમદાવાદમાં પણ વિરોધ

સુરત બાદ કેજરીવાલનો અમદાવાદમાં પણ વિરોધ

સુરત બાદ કેજરીવાલનો વિરોધ હવે અમદાવાદમાં પણ શરૂ થયો છે અને કેજરીવાલનો આસારામ સાથે સરખાવતા પોસ્ટર લગાવાવમાં આવ્યા છે આવતીકાલે એટલે કે 14મીથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે. આજે અમદાવાદના નવરંગપુરામાં આવેલી આપની ઓફિસની નીચે તથા અનેક જગ્યાએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કરતાં પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આ અંગે બ્રહ્મ પડકાર યુવા સંગઠનના પ્રવક્તા અંબરીશ જાનીએ જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક અંગે કેજરીવાલના નિવેદનને અમે દેશદ્રોહ માનીએ છીએ.

વાપીમાંથી ભાજપ અગ્રણીના ફાર્મ હાઉસમાં ઝડપાયું સેક્સ રેકેટ

વાપીમાંથી ભાજપ અગ્રણીના ફાર્મ હાઉસમાં ઝડપાયું સેક્સ રેકેટ

વાપીના કંનાર બામણપૂજા રોડ ઉપર એક ફાર્મ હાઉસમાંથી પોલીસે દરોડા પાડીને સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. પોલીસે આ ફાર્મ હાઉસના માલિક સંદિપ આરેકરની ધરપકડ કરાઇ છે. સંદિપ આરેકર ભાજપના અગ્રણી છે. આ રેડમાં 3 રૂપલલના અને એક પુરુષની ધરપકડ કરાઇ છે. નોંધનીય છે કે આ અગાઉ પર ભીલાડ પોલીસે રેડ કરીને ગુનો નોંધ્યો હતો. આ ફાર્મહાઉસમાં લાંબા સમયથી બહારથી લલનાઓ બોલાવીને સેકસ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ભીલાડ પોલીસને મળી હતી. ભીલાડ પોલીસે બુધવારે સાંજે છટકું ગોઠવીને આ સેકસ રેકેટનું પર્દાફાશ કરવા માટે એક ડમી ગ્રાહકને ફાર્મહાઉસમાં મોકલીને રેડ પાડી હતી. સંદીર આરેકર ભાજપના કોષાધ્યક્ષ છે.

જસદણ પાસે આવેલા ભૂકંપથી ડિટોનેટરમાં વિસેફોટને કારણે 1નું મોત

જસદણ પાસે આવેલા ભૂકંપથી ડિટોનેટરમાં વિસેફોટને કારણે 1નું મોત

ભૂકપંના આચકાને કારણે ડિટોનેટર અકસ્લ્પોઝિવ ગોડાઉનમાં બે ડિટોનેટર અથડાતા મોટો વિસ્ફોટ થયો હતો તેના કારણે ચોકીદારી કરાત અને ગોડાઉનથી આશરે 500 મીટરના અંતરે સૂતેલા બજાવતા 70 વર્ષીય પ્રાગજીભાઇ વેલાભાઇ ચૌહાણનું મૃત્યુ થયું હતું. જસદણથી 10 કિલોમીટર દૂર ખાંડા હડમતીયા ગામ પાસે ડિટોનેટર એક્સલ્પોઝીવ ગોડાઉન આવેલું છે. ગઇકાલે રાત્રે 1.10 વાગે ભૂકંપનો આંચકો આવતા ગોડાઉનમાં 1.12 વાગે ડિટોનેટર એકબીજા સાથે અથડાતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ 30 કિલોમીટર સુધી સંભળાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. વિસ્ફોટને કારણે ગોડાઉન સંપૂર્ણ જમીનદોસ્ત બની ગયું છે. વિસ્ફોટથી 7થી 8 કરોડનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.

બીજેપી નેતાની કારે રિક્ષાને ટકકર મારતા 4ના મોત

બીજેપી નેતાની કારે રિક્ષાને ટકકર મારતા 4ના મોત

છોટાઉદેપુરના ભાજપ પ્રમુખની કારે મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં મોત થયાં હતાં. જ્યારે આઠ વ્યક્તિ ઘાયલ થઇ હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે વ્યકિતઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગણપતભાઈ ભારતભાઈ પરમારનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા રેવાબેન શાભઈભાઈ પરમાર, પ્રેમીલાબેન ગણપતભાઈ પરમાર તથા બેનીબેન ભારતભાઈ પરમારને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને વડોદરા લઈ જતાં રસ્તામાં મૃત્યુ નીપજ્યુ હતું.

'દેશદ્રોહી કેજરીવાલને 500 જૂતાં મારીશું, મોં કાળું કરીશું': બ્રહ્મ પડકાર સંગઠન

'દેશદ્રોહી કેજરીવાલને 500 જૂતાં મારીશું, મોં કાળું કરીશું': બ્રહ્મ પડકાર સંગઠન

આપના સંયોજક અરવિંદ કેજરીવાલ 14થી 16 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આપના ગુજરાત એકમે આશંકા વ્યક્ત કરી છે કે કેજરીવાલ પર કાંકરિચાળો અથવા હુમલો થઈ શકે છે. કેજરીવાલને 500 જૂતાં મારવા અને મોં પર શાહી ફેંકવાનો બ્રહ્મ પડકાર યુવા સંગઠને નિર્ધાર કર્યો છે.

હવે અમદાવાદમાં પણ રમી શકશો પોકર

હવે અમદાવાદમાં પણ રમી શકશો પોકર

પોકર રમવા ગોવા, મકાઉ, નેપાળ જતા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. એસજી હાઇવે પરની વાયએમસી ક્લબમાં પોકર રમવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. ઈન્ડિયન પોકર એસોસિયેશને કરેલી રિટના ચુકાદામાં કર્ણાટક હાઇકોર્ટે પોકર જુગાર નહીં પરંતુ બૌદ્ધિક કળાની રમત છે.

જુહાપુરામાં રાવણ છે; તોગડિયાના ઉચ્ચારણો સામે આજે યોજાશે દેખાવો

જુહાપુરામાં રાવણ છે; તોગડિયાના ઉચ્ચારણો સામે આજે યોજાશે દેખાવો

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા દ્વારા રાજકોટના એક કાર્યક્રમમાં જુહાપુરામાં આજે પણ રાવણ અને મહિષાસુર છે તેવા ઉચ્ચારણો સામે જુહાપુરાના લોકોમાં નારાજગી વ્યાપી છે. તોગડિયાએ રાજયના જે વિસ્તારોમાં જેહાદીનું શિક્ષણ આપવામાં આવે છે તેને અટકાવવા પણ તેમણે હાકલ કરી હતી.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવતા સપ્તાહે ગુજરાત આવશે

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવતા સપ્તાહે ગુજરાત આવશે

આગામી સપ્તાહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે ગુજરાતના મહેમાન બનશે. બન્ને અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. રાષ્ટ્રપતિ 22મીએ અમદાવાદ આવી 23મીએ અંકલેશ્વર અને ભરૂચ જશે. PM મોદી 22મીએ વડોદરામાં ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપીને પછી અમદાવાદ આવે તેવી શક્યતા છે.

ભૂજમાંથી પકડાયા ISIના 2 જાસૂસ

ભૂજમાંથી પકડાયા ISIના 2 જાસૂસ

હાલ ઉરી ટેરર એટેક અને સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાનની સરહદ પરની પરિસ્થિતિ તંગ બની છે. સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. ગુજરાત એટીએસએ કચ્છમાંથી આઈએસઆઈના બે જાસૂસોની ધરપકડ કરી છે.

કેજરીવાલ રાજ્યમાં વર્ગવિગ્રહ ફેલાવવા જ આવે છેઃ ભાજપ

કેજરીવાલ રાજ્યમાં વર્ગવિગ્રહ ફેલાવવા જ આવે છેઃ ભાજપ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે કે ભારતીય લશ્કરે ઉરી આતંકી હુમલાના જવાબમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગનાર આપના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં વર્ગ વિગ્રહ ફેલાવવા આવે છે. રાજ્યની જનતા ક્યારેય માફ નહીં કરે અને ગુજરાત ક્યારેય સ્વીકાર કરશે નહીં.

મોડી રાત્રે ડમ્પરે ટક્કર મારતા એક યુવાનનું મોત

મોડી રાત્રે ડમ્પરે ટક્કર મારતા એક યુવાનનું મોત

અમદાવાદમાં મોડી રાત્રે એક ડમ્પરની ટક્કરે બાઇક પર જઈ રહેલા બે યુવાનો પૈકી એક યુવાનનું મૃત્યુ થયુ હતું. પાલડી પાસે મોડી રાત્રે ડમ્પરની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવાનો પૈકી મૃતક યુવક ચિંતન ઉપાધ્યાય રિટાયર્ડ ડીએસપી પી. બી. ઉપાધ્યાયનો પૌત્ર છે. અકસ્માત બાદ લોકો ભેગા થઈ જતા ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ આ મુદ્દે ગુનો નોંધીને ડમ્પર કબ્જે લઈને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતની પ્રજા ઇચ્છે છે ઇમાનદાર સરકાર: કેજરીવાલ

ગુજરાતની પ્રજા ઇચ્છે છે ઇમાનદાર સરકાર: કેજરીવાલ

AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ 16 અને 17 તારીખે ગુજરાતમાં સભા સંબોધવાના છે. તેમણે કહ્યું, 'દિલ્હીમાં આપની સરકારે કરેલા સારા કામની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.' 'હવે ગુજરાતના લોકો પણ ઇચ્છે છે કે તેમના રાજયમાં આવી ઇમાનદાર સરકાર હોય જે લોકો માટે કામ કરે.'

અમીરગઢઃ દારૂ લઇ જતી ટ્રક ઝડપાઇ

અમીરગઢઃ દારૂ લઇ જતી ટ્રક ઝડપાઇ

પોલીસે ચેક પોસ્ટ પરથી એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. ટ્રકમાંથી 597 પેટી વિદેશી દારૂ મળી આવ્યો. ટ્રક અને દારૂ સહિત 44.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાં સવાર બે શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

નિયમનું પાલન નહીં કરો તો પગાર પણ નહીં મળે

નિયમનું પાલન નહીં કરો તો પગાર પણ નહીં મળે

સરકારે તેના તમામ કર્મચારીઓને સેલેરી બેંક અકાઉન્ટ સાથે આધારકાર્ડ નંબર લિંકઅપ કરાવવા માટે સૂચના આપી છે. 18 ઓક્ટોબર પછી જે કર્મચારીનું અકાઉન્ટ યુઆઇડી નંબર કનેક્ટિવિટી વગરનું રહેશે તેનો પગાર બંધ કરી દેવાશે. રાજ્યના નાણાંવિભાગે પરિપત્ર જાહેર કરી આ બાબતે સ્પષ્ટતા કરી હતી.

English summary
October 13 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X