ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મોરારી બાપુએ કેજરીવાલની ઝાટકણી કાઢી

મોરારી બાપુએ કેજરીવાલની ઝાટકણી કાઢી

હાલ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ પર છે. કેજરીવાલે આર્મીએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી વિવાદ ઉભો કર્યો હતો. જુનાગઢના નરસિંહ મેહતા એવોર્ડ વિતરણ વખતે મોરારી બાપુએ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારને હાંસ્યાસ્પદ ગણાવ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર 22 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર 22 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પરથી લાખોનું દાણચોરીનું સોનું પકડાયું. ગુપ્ત ભાગમાં છૂપાવી સોનાને દૂબઇથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી યુવક સામે કાર્યવાહી શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલાં પણ કરોડોનું દાણચોરીનું સોનું પકડાયું હતું.

અમદાવાદમાં 21 માળ સુધીની બિલ્ડિંગ બાંધવા મંજૂરી અપાશે

અમદાવાદમાં 21 માળ સુધીની બિલ્ડિંગ બાંધવા મંજૂરી અપાશે

પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો તથા બીઆરટીએસની બંને બાજુ 200 મીટરના વિસ્તારમાં ટ્રાન્ઝીટ ઓરિએન્ટેડ ઝોનમાં મંજૂર કરેલી ભલામણો મુજબ 36 મીટરના રોડ પર 21 માળની બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવશે. આ સાથે પાર્કિંગ 50 ટકાના બદલે 35 ટકા જેટલું રાખવાની ભલામણ કરાઈ છે.

વડોદરામાં બે યુવકો પર બે રાઉન્ડ ફાયરિંગ

વડોદરામાં બે યુવકો પર બે રાઉન્ડ ફાયરિંગ

વડોદરાનાં વાડી લાડવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં બે યુવકો ઉપર ભરબપોરે ફાયરિંગ કરવામાં આવતાં અફરાતફરી મચી હતી. બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના પડઘા નાલબંધવાડમાં પડતા એક પાન હાઉસમાં તોડફોડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં ચિકનગુનિયાનો કેર

અમદાવાદમાં ચિકનગુનિયાનો કેર

અમદાવાદમાં દિન પ્રતિદિન ડેન્ગ્યુ, ઝેરી મલેરિયા બાદ હવે ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાયો છે. વર્તમાન સિઝન દરમિયાન જ અમદાવાદમાં ચિકનગુનિયાના 40થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 15દિવસમાં ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે

એપોલો હોસ્પિટલ બળાત્કાર કેસમાં નવો વળાંક

એપોલો હોસ્પિટલ બળાત્કાર કેસમાં નવો વળાંક

અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર માટે આવેલી 22 વર્ષીય યુવતી પર દુષ્કર્મ થયાની ફરિયાદ થઇ હતી. આ મામલે પોલીસે ડૉક્ટર અને વૉર્ડબોયની ધરપકડ કરી હતી. એફએસએલ રિપોર્ટ મુજબ યુવતી પર દુષ્કર્મ થયાના કોઇ જ સેમ્પલ મળ્યાં નથી.

English summary
October 16 top local news gujarat bullet news
Please Wait while comments are loading...