ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કચ્છમાં 72 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

કચ્છમાં 72 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

કચ્છમાં 72 લાખના ઘરેણાંની લૂંટ બાદ પોલીસે આરોપીઓને ઝડપીને આદિપુરના તથા આધોઇના શખ્સોને ઝડપીને તપાસ કરતાં, આદિપુરના સોની વેપારીએ જ આ આખા બનાવને અંજામ સુધી પહોંચાડવામાં અહમ ભાગ ભજવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે આદિપુરના 2 અને આધોઇના એક શખ્સને બનાવમાં લૂંટી જવાયેલા આંશિક મુદામાલ સાથે ઝડપી લીધો હતા. જ્યારે ચાર બુકાની ધારીઓ તરફ તપાસ ટૂંક સમયમાં જ પહોંચે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી રાહુલ સોનીની સ્વીફ્ટ નં. જીજે12-સીજી-3558 તથા આશિષની અર્ટીગો કાર જીજે12-સીજી-6164પણ મળી આવી હતી. રાહુલના મકાનમાંથી જ ટીમે લૂંટી જવાયેલા 1231.520 ગ્રામ દાગીના કે જેની કિંમત અંદાજે 35,25,881 રૂપિયા અંદાજવામાં આવી હતી તે મળી આવ્યા હતા.

આણંદ પાસે નહેરમાં 2 યુવાન ડૂબ્યા

આણંદ પાસે નહેરમાં 2 યુવાન ડૂબ્યા

આણંદ પાસે આવેલા કણજરીમાં રહેતા હસમુખભાઈ મગનભાઈ પરમાર તેમનું બાઈક લઈ મિત્ર નિલેશ પરમાર સાથે વલાસણ તરફ આવવા નીકળ્યો હતો. નહેર પરના ગરનાળા પરથી પૂરપાટ ઝડપે તેઓ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન નાળાની તૂટેલી પેરાપીટને પગલે તેમણે તેના બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બાઈક સાથે જ બંને યુવકો નહેરમાં ગરકાવ થઈ ગયા હતા.

અમદાવાદ- કસ્છ હાઇવે કલ્પના ચોકડી પાસે સંપૂર્ણ હાઇવે બ્લોક કરવામાં આવ્યો

અમદાવાદ- કસ્છ હાઇવે કલ્પના ચોકડી પાસે સંપૂર્ણ હાઇવે બ્લોક કરવામાં આવ્યો

ધાર્ગધા નગરપાલિકાના કામદારોના પડતર પ્રશ્નોને લઈને કરવામાં આવ્યો ચક્કાજામ.

મહેસાણાઃ ખાનગી કંપનીના કેશિયરે 29.51 લાખની ઠગાઇ કરી

મહેસાણાઃ ખાનગી કંપનીના કેશિયરે 29.51 લાખની ઠગાઇ કરી

મહેસાણા હાઇવે પર આવેલી વિમલ ઓઇલ એન્ડ ફૂડ કંપનીના કેશિયરે 29.51 લાખની ઠગાઇ કરી. ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ જ કંપનીના મેનેજર દશરથભાઇ પટેલે કેશિયર નિરવ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

AAP ગુજરાત ચૂંટણીને લઇ ભ્રષ્ટાચાર અને વીજળીને મુદ્દો ઉઠાવશે

AAP ગુજરાત ચૂંટણીને લઇ ભ્રષ્ટાચાર અને વીજળીને મુદ્દો ઉઠાવશે

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ ફૂંકી દીધો છે. દિલ્હી ખાતે કેજરીવાલે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જેમાં 43 હજાર જેટલા બૂથ પર કાર્યકર્તાઓની ઝડપી નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

એટીએમમાં મદદના બહાને શિક્ષિકા સાથે કરી છેતરપિંડી

એટીએમમાં મદદના બહાને શિક્ષિકા સાથે કરી છેતરપિંડી

અમદાવાદના લો ગાર્ડન પાસે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલના 72 વર્ષીય શિક્ષિકાને ગઠિયો ઠગી ગયો. બેન્કનો કર્મચારી હોવાનું કહી ગઠિયાએ અંજલીબેનને એટીએમના બટન દબાવડાવ્યા હતા. પછી પૈસા ન હોવાનું કહી બાજુના એટીએમમાંથી ઉપાડવા કહ્યું હતું. જેવા શિક્ષિકા બહાર નીકળ્યાં કે ઠગે 37000 ઉઠાવી લીધા હતા.

ગુજરાતમાં 11 સિંહ અને 35 દીપડા આંતરિક લડાઈમાં મૃત્યુને ભેટ્યાં

ગુજરાતમાં 11 સિંહ અને 35 દીપડા આંતરિક લડાઈમાં મૃત્યુને ભેટ્યાં

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 2015-16માં 11 સિંહ અને 35 દીપડા આંતરિક લડાઈમાં મૃત્યુ પામ્યા છે. ગુજરાત વન વિભાગના સર્વે મુજબ ગીર વન્યજીવ અભયારણમાં મોટી સંખ્યામાં સિંહ અને દીપડાના મૃત્યુ થયા છે. ગત 10 વર્ષોમાં 106 સિંહ અને 161 દીપડા ગુજરાતમાં આંતરિકલડાઈમાં મૃત્યુ પામ્યાં હતાં.

રાષ્ટર્પતિ મુખર્જીએ ભરૂચમાં અદ્યતન હોસ્પિટલનું કર્યુ લોકાપર્ણ

રાષ્ટર્પતિ મુખર્જીએ ભરૂચમાં અદ્યતન હોસ્પિટલનું કર્યુ લોકાપર્ણ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ભરૂચમાં આવેલી સેવાશ્રમ હોસ્પિટલનું લોકાપર્ણ હતું તેમજ ત્રણ પ્રતિમાઓનું પણ અનાવરણ કર્યુ હતુ. આ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે 12 પથારીનં આઇસીસીયું પણ ધરાવે છે. રાષ્ટ્રપિતનું આગમ ન થવાનું હોવાથી ભરૂચમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. અને 1200 કરતાં પણ વધારે જવાનો તથા સુરક્ષા ઓજન્સીઓના કર્મીઓ સુરક્ષા માટે હાજર હતા. રાષ્ટ્રપતિના કાફલામાં 26 વાહનોનો સમાવેશ કરાયો હતો. અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલમાં ઓર્થોમાં લેટેસ્ટ ગણાતા લ્યુમિનાર સિસ્ટમ ધરાવતું ઓપરેશન થીયેટર સહિત ત્રણ અત્યાધુનિક ઓપરેશન થીયેટર, 30 જેટલા સ્પેશિયલ વોર્ડ જેમાં 20થી વધુ એસી વોર્ડ છે. પાંચ જનરલ વોર્ડ જેમાં 80 જેટલા બેડની સુવિધા છે. 12 બેડ સાથેનો ઈન્ટેન્સીવ કેર વિભાગ ઊભો કરવામાં આવ્યો

રાજુલામાં બે યુવાનો પર હુમલામાં ઘેરાયું રહસ્ય

રાજુલામાં બે યુવાનો પર હુમલામાં ઘેરાયું રહસ્ય

રાજુલામાં બે યુવાનો પર ખૂની હુમલો થયો હતો તેઓ જ્યા સૂતા હતા તે તમામ જગ્યા લોહીથી લથબથ હતી. તેમજ ઘટનાસ્થળેથી લોખંડનો લોહીવાળો પાઇપ મલી આવ્યો હતો. જોકે યુવાનોએ એવી કેફિયત જણાવી હતી કે તેમની પર દીપડાએ હુમલો કર્યો હતો. આ જાણીને વન વિભાહને જાણ કરવામાં આવી ત. જોકે વન વિભાગે ત પાસ કરીને ના પાડી હતી કે આ હુમલો દીપડાનો નથી, હાલમાં ઇજાગ્રસ્ત યુવાનો શાહનવાઝ હુશેનભાઇ (ઉ.વ.27) અને ધાબળા વેચવાનુ કામ કરતા મહંમદહુશેન આદિલભાઇ (ઉ.વ.20) હાલતમા છે. હીવાળો એક પાઇપ પણ મળી આવ્યો હતો. ખાટલામા ગોદડા અને ઓશીકા પર પણ લોહીના ડાઘ હતા. બંને યુવકોને માથા અને ગળામા ઇજાના નિશાન હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં ડાયમંડ બુર્સનું કર્યું ખાતમુર્હુત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં ડાયમંડ બુર્સનું કર્યું ખાતમુર્હુત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બૂર્સનુ ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત રાજ્યકક્ષાના પ્રધાનો, ભાજપના સ્થાનિક નેતાઓ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા. ફેબ્રુઆરી 2015માં ખજોદ ડ્રીમસિટી અને સુરત ડાયમંડ બુર્સનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેને દોઢ વર્ષનો સમય વિતી જવા છતાં સુરત ડાયમંડ બુર્સ માટે રાજ્ય સરકારમાં જમા કરવાનો થતો પહેલો હપ્તો પણ હજુ સુધી ડાયમંડ ઉદ્યોગકારોએ જમા કરાવ્યો નથી. દ્વારા ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરીને સત્તાવાર જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યુ હતું. જેમાં 35.54 એકર જેટલી જમીન સુરત ડાયમંડ બુર્સને ફાળવણી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

મદ્રેસામાં કામ કરતી મહિલાની સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ

મદ્રેસામાં કામ કરતી મહિલાની સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ

જૂનાગઢ પાસે આવેલા વંથલી પાસે આવેલા મદ્રેસામાં કામ કરતી મહિલાઓએ તેની પર દુષ્કૃત્ય આચરાયું હોવાની ફરિયાદ કરી છે. મહિલાઓએ જણાવ્યું હતું કે મફત કરિયાણું આપવાના બહારને વિવિધ સ્થળે લઈ જઈ તેમની પર દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. વંથલીથી બે કિમી દુર જૂનાગઢ રોડ પર જામીયા તાલીમુલ કુરાન નામનું મદ્રેસા આવેલ છે અને તેનું સંચાલન ઇલ્યાસ ઇશા કરૂડ, ઇસા મુસા કરૂડ, જકરીયા મહમદ કરૂડ, મૌલવી મહમદ મુસા કરૂડ ઉર્ફે દાવડા કરી રહયાં છે. અઢી વર્ષ પહેલા જૂનાગઢની બે મહિલાઓને મદ્રેસામાં કામે રાખી હતી. ઉલ્લેખનીય છે કે વંથલી મદ્રેસાનાં ટ્રસ્ટીઓ વિરૂધ્ધ અગાઉ અહિંયા કુરાનની તાલીમ લેતા અમુક છાત્રોએ સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ગેંગસ્ટર મુકેશ હરજાણીનું મર્ડર એક રહસ્ય બની ગયું

ગેંગસ્ટર મુકેશ હરજાણીનું મર્ડર એક રહસ્ય બની ગયું

3 દિવસ પહેલાં શાર્પ શૂટર્સે વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીને ગોળીઓથી વિંધી મૂક્યો હતો. આ મામલે 72 કલાક બાદ પણ પોલીસ દિશાવિહિન છે. શાર્પ શૂટરોએ જાહેરમાં મુકેશ પર ફાયરિંગ કર્યું હોવા છતાં પોલીસના હાથમાં કોઇ કડી નથી પકડાઇ. ઘટનાસ્થળની બાજુની દુકાનના સીસીટીવી ફૂટેજમાંથી પણ કોઇ સબૂત હાથ ન લાગ્યું.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજનો ગુજરાત પ્રવાસ અતિ વ્યસ્ત રહેશે. અહ્યાં તેઓ માધવસિંહને મળી હાર્ટ ઇન્સ્ટીટ્યૂટનું ઉદ્ઘાટન કરશે. જે બાદ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલની મુલાકાત લશે. ઉપરાંત ગાંધીનગરની કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધશે.

English summary
October 23 top local news gujarat bullet news
Please Wait while comments are loading...