ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.


પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજચંદ્ર વિદ્યાપીઠનું મુખ્યમંત્રી કર્યું લોકાર્પણ

રાજચંદ્ર વિદ્યાપીઠનું મુખ્યમંત્રી કર્યું લોકાર્પણ

ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ (સાયાન્સ કોલેજ)નું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 238 ગામો વચ્ચે આ એક માત્ર આત્યાધુનિક સાયન્સ કોલેજ છે જેનાથી ધરમપુર તેમજ આસપાસના ગામોને વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળશે. નોંધનીય છે કે આ સમારંભ પ્રસંગે રૂપાણી સમેત આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવા પણ હાજર રહ્યા હતા.

બોટાદામાં કપાસના ખેડૂતો થયા ખુશ

બોટાદામાં કપાસના ખેડૂતો થયા ખુશ

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાની મલબખ આવક આવી છે. આજે બોટાદ માર્કેટ યાર્ડમાં 70 હજાર મણની આવક આવતા કપાસના ભાવ 950 રૂપિયાથી 1050 રૂપિયા બોલાયા હતા. જેનાથી ખેડૂતોએ ખુશી અનુભવી હતી.

કચ્છ-ખાવડા નજીક આર્મી-નેવી બસ ખડકતા, જવાનો ઇજાગ્રસ્ત

કચ્છ-ખાવડા નજીક આર્મી-નેવી બસ ખડકતા, જવાનો ઇજાગ્રસ્ત

કચ્છ-ખાવડા નજીક બસ પલ્ટીમાં મારતા 17 જવાનો ધાયલ થયા છે. આ બસમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો કાળો ડુંગર જઇ રહ્યા હતા. ત્યારે બસની બ્રેક ફેઇલ જતા તેમના આ અકસ્માત નડ્યો હતો. તેમાં નેવીના 20 જવાનો અને 5 આર્મીના જવાનો હતા. જેમાંથી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

એસીબીના દરોડા, સરકારી બાબુઓમાં ફફડાટ

એસીબીના દરોડા, સરકારી બાબુઓમાં ફફડાટ

ભષ્ટ્રાચાર વિરોધી શાખાએ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બ્યૂરો (GPCB) સેલ્સટેક્સની ઓફિસમાં દરાોડા પાડીને સરકારી બાબુઓને દિવાળી સમયે મળતી મોટી ગીફ્ટો સાથે પકડી પાડ્યા છે. નોંધનીય છે કે સરકારી અધિકારીઓને ખુશ કરવા અનેક લોકો દિવાળીના સમયે ભેટ-સોગાદ આપતા હોય છે. ત્યારે એસીબીના આ દરોડાથી સરકારી અધિકારીઓ ફફડાટ બેસી ગયો છે.

લાભપાંચમથી સરકાર ખરીદશે મગફળી

લાભપાંચમથી સરકાર ખરીદશે મગફળી

છેલ્લા થોડા દિવસથી મગફળીના ગગડતા ભાવને પગલે ખેડૂતો પરેશાન છે ત્યારે આજે વલસાડના ધરમપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક રાહતરૂપ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર લાભપાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળી ખરીદશે. રાજ્યમાં 58 કેન્દ્રોથી આ ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી મગફળશીના મુદ્દે જુદા જુદા માર્કેટયાર્ડમાં હરાજી બંધ થઈ રહી હતી અને ભાવના મુદ્દે હોબાળા થતા હતા.

આજથી શાળાઓમાં દિવાળીનું 21 દિવસનું વેકેશન

આજથી શાળાઓમાં દિવાળીનું 21 દિવસનું વેકેશન

રાજ્યમાં દિવાળીના તહેવારનો આનંદ વ્યાપી ગયો છે અને આજે ધનતેરસથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન પડી ગયું છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક મળીને એક હજાર જેટલી શાળાઓ 21 દિવસ બંધ રહેશે. શાળાઓમાં દિવાળી વેકેશન પડવાની સાથે પ્રથમ સત્રનો અંત આવશે. આજે શાળાનો દિવાળી પહેલાનો છેલ્લો દિવસ હોવાથી વિદ્યાર્થીઓ ખૂબજ આનંદમાં હતા અને તેમણે શાળામાં રંગોળી બનાવીને દિવાળીનો આનંદ માણ્યો હતો. અમદાવાદના સીટીએમ પાસેની ઉદગમ શાળાના બાળકોએ રંગોળી બનાવીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સગીરાને બાઇક પર ઘસડી જઈ આચર્યું દુષ્કર્મ

સગીરાને બાઇક પર ઘસડી જઈ આચર્યું દુષ્કર્મ

ગોધરામાં 23 વર્ષીય સન્ની શશીકાંત સોલંકીએ 15 વર્ષીય સગીરાને પટાવીને બાઇક પર બેસાડી દીધી હતી અને ત્યાર બાદ તે સગીરાને હોટલમાં લઇ ગયો હતો. જ્યાં રૂમ નંબર 305માં સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. ઘટના અંગે કિશોરીએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી. જેથી પરિવારે તાત્કાલીક ગોધરા એ ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. બનાવ સંદર્ભે ગોધરા એ ડીવીઝન પોલીસે દુષ્કર્મ ગુજારનાર સન્ની સોલંકી સામે દુષ્કર્મ તથા પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તલસ્પર્શી તપાસ આરંભી છે.

રાજકોટમાં ધોળા દિવસે યુવકનું અપહરણ

રાજકોટમાં ધોળા દિવસે યુવકનું અપહરણ

રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશ્નરની ઘરની પાસેના એક ગાર્ડનમાં એક યુવાન બેઠો હતો. તે સમયે મરૂન રંગની મારૂતિ ફ્રન્ટી નંબર જીજે 3 કે 7828 આવી હતી. અને તેમાંથી મહિલા અને બે પુરુષોએ ઉતરીને આ યુવકને ઢોર માર માર્યો હતો. પછી પુરુષોએ તે શખ્સને ઢસડીને કાર સુધી લઈ ગયા હતા અને કારમાં પુરીને ઉઠાવી ગયા હતા. આ ઘટના જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પંરતુ કોઈએ યુવકને છોડાવ્યો ન હતો કે ન તો પોલીસને જાણ કરી હતી. ટોળે વળેલા લોકમાંથી એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે આ યુવકે લોટરી માટે કે ડ્રો માટે લીધેલા નાણા પાછા આપ્યા નહોતા આથી આ ઘટના બની હતી. જોકે આટલી ઘટના બાદ પણ પોલીસે જણાવ્યુ હતું કે આ બનાવ અંગે તેમને કાંઈ ખબર નથી.

બોટાદમાં વૃદ્ધ દંપતીએ ઝેર ગગટાવ્યું

બોટાદમાં વૃદ્ધ દંપતીએ ઝેર ગગટાવ્યું

તહેવારના માહોલમાં તમામ સ્થળોએ ઉત્સાહનો માહોલ હોય છે ત્યારે બોટાદમાં તુરખા રોડ ખાતે ઝૂપડપટ્ટીમાં રહેતા ધનસુખ ભાઈ કલ્યાણભાઇ ખાંભડિયા નામના વ્યકતિએ તેમના પત્ની આશાબહેન સાથે અગમ્ય કારણોસર ઝેર ગટગટાવી લીધું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં આશાબહેનનું મોત થયું હતુ.

English summary
October 27 top local news gujarat bullet news. Read here.
Please Wait while comments are loading...