For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તક, આફ્કિાથી જામનગર આવેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો!

મળતી વિગતો અનુસાર, દક્ષિણ આફ્રિકાથી જામનગર પહોંચેલા વ્યક્તિ કોરોનાના લેટેસ્ટ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનો ખુલાશો થયો છે. ઓમિક્રોન વેરિઅન્ટના ખતરા વચ્ચે આ વ્યક્તિ 1 ડિસેમ્બરે જામનગર પરત ફર્યો હતો.

|
Google Oneindia Gujarati News

જામનગર : દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ભયનો માહોલ છે ત્યારે હવે ભારતના કર્ણાટક બાદ ગુજરાતના જામનગરમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઈ છે. આફ્રિકાથી જામનગર આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હવે તેને ઓમિક્રોન સંક્રમણ હોવાની પુષ્ટિ થઈ છે.

Omkron knocked in Gujarat

મળતી વિગતો અનુસાર, દક્ષિણ આફ્રિકાથી જામનગર પહોંચેલા વ્યક્તિ કોરોનાના લેટેસ્ટ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનો ખુલાશો થયો છે. ઓમિક્રોન વેરિઅન્ટના ખતરા વચ્ચે આ વ્યક્તિ 1 ડિસેમ્બરે જામનગર પરત ફર્યો હતો, હવે આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાછા ફર્યા બાદ તેના રિપોર્ટ થતા તે કોરોના પોઝિટીવ જોવા મળ્યો હતો. જે બાદ તેના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા.

પુના મોકલાયેલા તેના સેમ્પલની જિનોમ સિક્વન્સીંગ તપાસ બાદ હવે તે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનો ખુસાશો થયો છે. અહીં તમને જણાવી દઈએ કે ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણથી પૃષ્ટિ કર્ણાટકમાં થઈ છે. સાઉથ આફ્રિકાથી આવેલા 2 વ્યક્તિઓના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયાના પુરાવા મળ્યા છે. 66 અને 46 વર્ષીય આ બે વ્યક્તિઓ આફ્રિકાથી પરત ફર્યા હતા.
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને હાલ સુધીના સૌથી અસરકારક વેરિઅન્ટ તરીકે જોવામાં આવે છે. આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતા 5 ગણી ઝડપી ફેલાય છે અને એક સાથે 10 થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.

English summary
Omkron knocked in Gujarat, report of a person who came to Jamnagar from Africa came positive!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X