રક્ષાબંધન પર અંબાજી મંદિર ૧૪ આદિવાસી જિલ્લાઓમાં ૨ લાખ રક્ષા પોટલીઓ મોકલાશે!

રક્ષા બંધનના પર્વ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં અંબાજીના આશીર્વાદ સમાન ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

રક્ષા બંધનના પર્વ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં અંબાજીના આશીર્વાદ સમાન ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે. અંબાજી ખાતે કલેકટર આંનદ પટેલની ઉપસ્થિતિમાં "રક્ષાબંધન ઉત્સવ"ની ઉજવણી કરવામાં આવી હતી.

ambaji

અંબાજીથી ઉંમરગામ સુધીના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં વસતા ગ્રામ્યવાસી, નગરવાસી અને વનવાસી બંધુઓના ઘરે ઘરે ૨ લાખ રક્ષાપોટલીઓ, અંબાજીના પ્રસાદ તરીકે ૩૦૦ કિલો કંકુ, અને જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને ૪૫૦ સાડીઓ અર્પણ કરવામાં આવી હતી.

શ્રાવણ માસના પ્રથમ દિવસે આયોજિત આ રક્ષાબંધન ઉત્સવ સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે અને માં અંબાનું અભય કવચ મળી રહેશે. ઉપરાંત જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને સાડી, અને કંકુ પણ માં ના પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યું છે. આ કાર્યમાં અંબાજી દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X