ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થયા હતા.
સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને મુખ્યમંત્રીએ લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતના સૂત્રોને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં આવેલ ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમમાંથી પોતાના માટે ખાદીની ખરીદી કરી હતી.
મુખ્યમંત્રી સિવાય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે પાટનગર યોજના ભવન સેક્ટર ૧૬ ગાંધીનગર ખાતેથી ખાદીની ખરીદી કરી હતી.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે ખાદી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત બનશે તેમ જણાવ્યુ.
ગુજરાત અને ભારતભરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સિદ્ધાતો અને ખાદી જેવા પ્રેરણાદાયી વિચારોને લોકો સુધી પહોંચાડવા વિશેષ પ્રયાસ કરાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતમાં ખાદીની ખરીદી પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. લોકો ગાંધીજીની ખાદીને સ્વીકારે તે માટે સરકાર વિશેષ પ્રયાસ કરે છે.












Click it and Unblock the Notifications
