For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના આ સંક્રમણને અટકાવવા લૉકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

jamnagar

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલવે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતી શ્રમિકો તેમના પરિવારને બિહાર દાનાપુર ખાતે તેમના વતન પરત ફરવા માટેની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી 12 ટ્રેન મોકલવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેમના પરિવારજનોનુ મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાનઅમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાન

English summary
One more shramik train from Jamnagar to Danapur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X