For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં અદાણી ફાઉન્ડેશન હોસ્પિટલમાં 5 વર્ષમાં 1000 બાળકોની મૌત: રિપોર્ટ

ગુજરાત સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અદાણી ફાઉન્ડેશન ઘ્વારા સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 1000 કરતા પણ વધારે બાળકોની મૌત થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અદાણી ફાઉન્ડેશન ઘ્વારા સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં 1000 કરતા પણ વધારે બાળકોની મૌત થઇ ચુકી છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન સંતોકબેન અરઠીયાનાં લિખિત પ્રશ્ર્નના જવાબમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 5 વર્ષોમાં અદાણી ફાઉન્ડેશન ઘ્વારા સંચાલિત હોસ્પિટલમાં 1018 બાળકોની મૃત્યુ થઇ ચુકી છે.

Gujarat

સ્વાસ્થ્ય પોર્ટફોલિયો સંભાળનાર નીતિન પટેલ ઘ્વારા દર વર્ષે આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આંકડા અનુસાર અલગ અલગ બિમારીઓને કારણે 2014-15 દરમિયાન 187, 2015-16 દરમિયાન 187, 2016-17 દરમિયાન 208, 2017-18 દરમિયાન 276 અને 2018-19 દરમિયાન 159 મૌત થઇ છે. તેની સાથે નીતિન પટેલે જણાવ્યું કે બાળકોની મૌતની કારણ જાણવા માટે ગયા વર્ષે મેં મહિનામાં એક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ સમિતિ ઘ્વારા બાળકોની મૌતની કારણ સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું.

પેનલે રિપોર્ટમાં નિષ્કર્ષનો ઉલ્લેખ નીતિન પટેલે જણાવ્યું કે હોસ્પિટલ ઘ્વારા આપવામાં આવેલા સચોટ ઉપચાર સેટ પ્રોટોકોલ અને માન નિર્દેશ અનુસાર થાય છે તેવું જાણવામાં આવ્યું છે.

English summary
Over 1,000 kids died in Adani foundation run hospital in Kutch in 5 years, says Govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X