2 BHK ફ્લેટનુ વિજળી બિલ આવ્યુ 9.40 લાખ, પતિ-પત્નીના હોશ ઉડ્યા
ગુજરાતમાં રાજકોટ સિટીમાં એક રહેણાંક અપાર્ટમેન્ટમાં 2 BHK ફ્લેટ ધરાવતા વ્યક્તિને વેસ્ટ-વિજ ઈલેક્ટ્રીકલ કંપની તરફથી 9.40 લાખ રૂપિયાનુ બિલ મોકલવામાં આવ્યુ છે.
ગુજરાતમાં રાજકોટ સિટીમાં એક રહેણાંક અપાર્ટમેન્ટમાં 2 BHK ફ્લેટ ધરાવતા વ્યક્તિને વેસ્ટ-વિજ ઈલેક્ટ્રીકલ કંપની તરફથી 9.40 લાખ રૂપિયાનુ બિલ મોકલવામાં આવ્યુ છે. વ્યક્તિનુ નામ ચંદુભાઈ વાઘેલા છે અને તેમની પત્ની સંધ્યાબેન છે. પતિ-પત્ની બંનેએ બિલ બતાવીને કહ્યુ કે આ જોઈને તો અમારા હોશ ઉડી ગયા. વિજળીવાળા કઈ રીતે સામાન્ય લોકોને લૂટે છે. અમારી તો વર્ષની આટલી આવક નથી થતી.

'આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવી'
ચંદુભાઈ વાઘેલા બોલ્યા - અમે પતિપત્ની માત્ર બે રૂમ અને કિચનના ફ્લેટમાં રહીએ છીએ. જેનુ વધુમાં વધુ 2થી અઢી હજારનુ બિલ આવે છે. લૉકડાઉનના આ દિવસોમાં હોઈ શકે છે. વિજળી પહેલાથી વધુ ઉપયોગમાં લેવાઈ હશે પરંતુ આટલુ વધુ બિલ કેવી રીતે આવી શકે છે. એ જોઈને મને પરસેવો આવી ગયો. હું બ્રોકરેજનુ કામ કરુ છુ. જેમાં આખા વર્ષમાં પણ 9 લાખની કમાણી નથી થતી. એવામાં આટલી મોટી રકમની ચૂકવણી કેવી રીતે કરવામાં આવે?

'જરૂર વિના પંખો પણ નથી ચલાવતા'
પત્ની સંખ્યાબેન ચંદુભાઈ વાઘેલાની હામાં હા મીલવતા કહેવા લાગ્યા કે - અમારા ઘરમાં એરકન્ડીશનર લાગ્યુ છે. જે કોલોનીમાં બધા પાસે છે. અમે પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ બહુ જ ઓછુ. જરૂર વિના પંખો પણ નથી ચલાવતા. આટલુ બિલ આવવુ અશક્ય છે. અહીં અમે લૉકડાઉનના કારણે ખાવાની પણ તકલીફ છે અને આટલુ મોટુ બિલ મોકલીને સરકાર શું કરવા ઈચ્છે છે?

'અમા્રુ બેથી અઢી હજારનુ બિલ આવતુ હતુ'
આટલી મોટી રકમનુ બિલ આવવા પર પતિ પત્નીએ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. ચંદુભાઈએ કહ્યુ કે અમે આ મુદ્દાને કોર્ટ સુધી લઈ જશે. સામાન્ય રીતે અમારે બેથી અઢી હજારનુ બિલ આવે છે પરંતુ આ જોઈને લાગે છે કે સરકાર બધુ નુકશાન જનતા પાસેથી જ લેવા માંગે છે. લૉકડાઉનના દિવસોમાં બધાને મનમરજીનુ બિલ મોકલી રહ્યા છે. આ બહુ ચિંતાની વાત છે. અમારા અપાર્ટમેન્ટમાં રેગ્યુલરથી બમણુ કે તેનાથી પણ વધુ બિલ આવ્યુ છે.












Click it and Unblock the Notifications
