For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાસના પૂર્વ આગેવાનો કરોડોમાં ખરીદાયા, હાર્દિક પટેલના આક્ષેપથી રાજકીય ખળભળાટ

ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં દિન પ્રતિદિન અવનવા ફણગાં ફૂટતાં જાય છે. ખાસ કરીને સોશિયલ માધ્યમોમાં વીડિયો વાઇરલ કરવાની બાબતમાં પાટીદાર આંદોલન અહ્મ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં દિન પ્રતિદિન અવનવા ફણગાં ફૂટતાં જાય છે. ખાસ કરીને સોશિયલ માધ્યમોમાં વીડિયો વાઇરલ કરવાની બાબતમાં પાટીદાર આંદોલન અહ્મ રહ્યું છે. ત્યારે, વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફરીથી પાટીદાર આંદોલન ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં વધુ ત્રણ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતાં થયા છે. જેમાં, પાટીદાર અનામત આંદોલનના કન્વીનરોને સમાજના આગેવાનો દ્વારા સમજાવવાના ફોસલાવતા હોવાનો સંવાદ થઇ રહ્યો છે. જોકે, આ વીડિયો અંગેની પુષ્ટિ થઇ શકી નથી. પરંતું, આ વીડિયોના કારણે ફરીથી પાટીદાર આંદોલન તોડવા માટે પ્રયાસો અંગે હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

આ વીડિયો પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલા પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે ભાજપ સરકારના ઈશારે નાણાં અપાયાં હતાં તેવા આક્ષેપ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

ભાજપના ઇસારે નાણાં આપ્યાનો આક્ષેપ

ભાજપના ઇસારે નાણાં આપ્યાનો આક્ષેપ

આ વીડિયો જાહેર થતાં હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને પોતાના જૂના સાથીઓ પર તંજ કસ્યો છે. પાસ સાથે જોડાયેલા આગેવાનો પૈસાના જોરે તોડાયા હોવાનો સીધો આક્ષેપ નામજોગ કર્યો હતો. જેમાં તમામના કરોડો રૂપિયામાં વેચાયા હોવા અંગે આક્ષેપ કર્યા છે. હાર્દિકે લખ્યું છે કે, આંદોલનકારીઓને પૈસાના જોરે આંદોલનથી દૂર કરીને હાર્દિક પટેલ પર આરોપો કરનારા લોકોએ પૈસા લઈને હાર્દિક પર આરોપ કરતા હતા એ આજે ખુલ્લા પડી ગયા છે. હાર્દિકના સીધા આરોપથી સરકાર અને પાટીદાર આગેવાનો પણ ભિંસમાં મુકાઇ ગયા છે અને પોતાનો બચાવ કર્યો હતો.

પાટીદાર આગેવાનોને આંદોલન તોડવાની જવાબદારી

પાટીદાર આગેવાનોને આંદોલન તોડવાની જવાબદારી

હાર્દિક પટેલે ભાજપ આંદોલન તોડીને આંદોલનકારીઓને ખરીદી રહી હતી એ આ વીડિયો પરથી સાબિત થઇ ગયું હોવા અંગે જણાવ્યું હતું. જે લોકો પોતાના ઈમાન અને સમાજ સાથે સોદા કરતા હોય એ લોકોનો ભરોસો ના કરાય તેવી ચેતવણી પણ હાર્દિક પટેલે પાટીદાર સમાજને આપી હતી. હાર્દિકે આ મેસેજમાં આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી છ લોકોને સોંપાઈ હતી તેવો નામજોગ ઉલ્લેખ પણ કર્યો હતો.

પૂર્વ સાથીઓ પર હાર્દિકના આક્ષેપ

પૂર્વ સાથીઓ પર હાર્દિકના આક્ષેપ

ભાજપ સરકારે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી બટુક મોવલિયા (ઉદ્યોગપતિ), મુકેશ ખેની (ઉદ્યોગપતિ),જેરામભાઇ (સિધ્ધસર ઉમિયા ધામ) સી.કે.પટેલ (વિશ્વ ઉમિયા ધામ,પ્રમુખ), વિમલ પટેલ (ઉદ્યોગપતિ), મનસુખ પટેલને આંદોલન તોડી પાડવાની જવાબદારી સોંપી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં પોતાના સાથીઓ ખરીદાયા હોવાના નામોનો પણ ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં, હાર્દિક પટેલે કરેલા આક્ષેપ પ્રમાણે રેશ્મા પટેલ રૂપિયા 4 કરોડ, વરુણ પટેલ, 6 કરોડ રૂપિયા, ચિરાગ પટેલને રૂપિયા 2 કરોડ રૂપિયા ભાજપ દ્વારા આપવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. તો, હાર્દિક પટેલના એક પુર્વ સાથી કેતન પટેલને રૂપિયા 3 કરોડ આપ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જે, હાલમાં ભાજપમાં છે અને તે રાજદ્રોહના કેસમાં સરકારનો સાક્ષી બન્યો છે. ઉપરાંત દિનેશ બાંભણિયાને રૂપિયા 8 કરોડ આંદોલનકારીઓ સાથે રહીને આંદોલન તોડવા આપવામાં આવ્યા હોવાનો આરોપ પણ કર્યો હતો. ત્યારે, પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને રૂપિયા 13 કરોડ ભાજપ દ્વારા અપાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

પાટીદાર આગેવાનો પર પણ કર્યા પ્રહાર

પાટીદાર આગેવાનો પર પણ કર્યા પ્રહાર

ઉપરા ઉપરી ત્રણ વીડિયો સોશિયલ મીડિયામાં આવતાં હાર્દિકે પોતાના જુના સાથીઓને નિશાને લીધા હતા. જેમાં અન્ય સાથીઓમાં હિંમતનગરના કન્વીનર રવિ પટેલને રૂપિયા 2 કરોડ, જુનાગઢના પાસ આગેવાન કેતન કાંધલને રૂપિયા 2 કરોડ તેમજ દિલીપ સાબવાને રૂપિયા 4 કરોડ આપ્યાનો આરોપ લગાવ્યો છે. દિલિપ સાબવા હાલમાં એનસીપી સાથે જોડાયેલા છે. તથા વિજય મંગુકિયાને રૂપિયા 2 કરોડ મળ્યાનો આક્ષેપ કર્યો છે.

નાણાંની ખરીદ ફરોખ્તના આરોપ ફગાવ્યા

નાણાંની ખરીદ ફરોખ્તના આરોપ ફગાવ્યા

પાટીદાર આગેવાન હાર્દિક પટેલના આક્ષેપથી ફરીથી પાટીદાર આંદોલનમાં ખળભળાટ મચ્યો છે. જોકે, આ આક્ષેપને વીડિયોમાં સામેલ લોકોએ ફગાવ્યા છે. અને તેમણે કોઇ નાણાંની ઓફર ન કરી હોવાનો બચાવ પણ કર્યા છે. ત્યારે, પાટીદાર આગેવાનો પર કરેલા નાણાંની લેવડ દેવડના આક્ષેપ કેટલા સાચા છે અને તેમાં શું તથ્ય છે તે તપાસના કરવામાં આવે તો બહાર આવી શકે. પરંતું, આ વીડિયો વાઇરલ થતાં અને હાર્દિકે પોતાના પુર્વ સાથીદારો પર ખરીદ ફરોખ્તના આક્ષેપ કરતાં આંદોલનમાં ફરીથી સંચાર થયો છે. તો, ભાજપ પણ ક્યાંક ભિંસમાં મુકાઇ હોય તેવું લાગી રહ્યું છે.

English summary
Hardik patel alleged ex PAAS leaders for take crores of rupees from bjp, after videos goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X