For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને ઘેરવા પાકિસ્તાનની નવી ચાલ, 55 km જમીન ચીનને આપી દીધી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવ્યા પછી પાકિસ્તાન બોખલાયું છે. ભારતને ઘેરી લેવા માટે આવામાં તેને એક બીજી નવી ચાલ ચાલી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવ્યા પછી પાકિસ્તાન બોખલાયું છે. ભારતને ઘેરી લેવા માટે આવામાં તેને એક બીજી નવી ચાલ ચાલી છે. પાકિસ્તાને કચ્છ સરહદ પર હરામી નાલાની નજીક 55 km² જમીન ચીની કંપનીને આપી દીધી છે. આ જમીન ચીની કંપનીને લીઝ પર આપવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધોમાં પાકિસ્તાન આ ક્ષેત્રમાં બે વાર પરાજિત થયું હતું, તેથી હવે પાકિસ્તાન ચીનને અહીં જગ્યા આપીને તેનો ઢાલ તરીકે ઉપયોગ કરવા માંગે છે. તેમને લાગે છે કે ચીનની હાજરીથી ભારત હવે અહીં કઈ કરશે નહીં. એમ પણ ચીન પણ દાયકાઓથી ભારતને ઘેરવામાં લાગ્યું છે. કચ્છ સરહદ નજીક જમીન ભાડે લેતા પહેલા ચીને પાકિસ્તાનના કરાચી નજીક ગ્વાદર પોર્ટ પણ વિકસિત કરાવ્યું છે. જેનું સંચાલન ફક્ત ચીન કરે છે.

નામથી જ બાદનામ છે 'હરામી નાલા'

નામથી જ બાદનામ છે 'હરામી નાલા'

ગુજરાતના પશ્ચિમ કાંઠે સરક્રીકની 96 કિલોમીટરના ભાગ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ખૂબ જ દલદલી હોવાને લીધે આ વિસ્તારની હદ નક્કી કરવી હંમેશાં પડકાર રહ્યો છે. આ 96 કિમીના વિસ્તારમાં, 22 કિલોમીટર તે લાંબી દરિયાઇ ચેનલ પણ છે, જે ભારત અને પાકિસ્તાનને વિભાજિત કરે છે. આ ચેનલ હંમેશા તેના પ્રવાહને બદલવા માટે જાણીતી છે અને આતંકવાદીઓ, ઘુસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓને કારણે તેનું નામ 'હરામી નાલા' પડ્યું.

મુંબઇમાં હુમલો કરવા માટે આતંકવાદીઓ અહીંથી આવ્યા હતા

મુંબઇમાં હુમલો કરવા માટે આતંકવાદીઓ અહીંથી આવ્યા હતા

2008 માં, પાકિસ્તાનથી મુંબઇ હુમલા માટે આવેલા લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ અહીંથી ભારતીય ફિશિંગ બોટ 'કુબેર' નું અપહરણ કર્યું હતું, જેના દ્વારા તેઓ મુંબઇમાં પ્રવેશ્યા હતા. આ વિસ્તારમાંથી હાલમાં જ શંકાસ્પદ પાકિસ્તાની બોટો પણ પકડાઇ છે અને આવી ઘટનાઓ વારંવાર સાંભળવામાં આવે છે.

અહીં માછીમારી પર પ્રતિબંધ

અહીં માછીમારી પર પ્રતિબંધ

આ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ છે, પરંતુ પ્રોન (ઝીંગા) અને રેડ સાલમન માછલીઓની વિપુલતાને કારણે, બંને દેશોના માછીમારો ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે.

ભારત-પાક સરહદથી 10 કિ.મી. દૂર

ભારત-પાક સરહદથી 10 કિ.મી. દૂર

એજન્સીઓની રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ચીની કંપનીને હરામી નાલાથી લગભગ 10 કિલોમીટર સ્થિત જમીન 55 વર્ગ કિલોમીટર જમીન આપી છે. આ સ્થાન ભારત-પાક સરહદથી માત્ર 10 કિમી દૂર છે.

બીએસએફ અને સરક્રીકના કમાન્ડોઝ અહીં પેટ્રોલીંગ કરે છે

બીએસએફ અને સરક્રીકના કમાન્ડોઝ અહીં પેટ્રોલીંગ કરે છે

હરામી નાલા 22 કિલોમીટરમાં ફેલાયેલુ છે, જેનો ઉપયોગ પાકિસ્તાની સુરક્ષા દળો અને આતંકવાદીઓ ઘૂસણખોરી માટે કરે છે. બીએસએફને અહીં ઘણી વખત ઘુસણખોરોની બોટ મળી છે.

ઘૂસણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ

ઘૂસણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ

ભારત-પાક સરહદ પર લગભગ 100 કિલોમીટરમાં સરક્રિક આવે છે. અહીં 22 કિ.મી.ની સમુદ્ર ચેનલ 'હરામી નાલા' પણ છે, જે તમામ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓ માટે બદનામ છે. તાજેતરમાં એજન્સીઓએ ચેતવણી જારી કરી હતી કે સરક્રિક વિસ્તારના 'હરામી નાલા' દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં પ્રવેશી શકે છે. 'હરામી નાલા' સિવાય આતંકીઓ ખાવડા અથવા આસપાસના વિસ્તારોમાં પણ આતંકીઓ પોતાનો રસ્તો બનાવી શકે છે.

આ પણ વાંચો: કચ્છ સરહદ પર 4 સબમરીન ગોઠવશે પાકિસ્તાન, ભારતે પણ તકેદારી વધારી

English summary
Pakistan's new move to encircle India, give 55 km of land to China
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X