For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય જળ સીમામાં ઘૂસી રહ્યા હતા પાકિસ્તાની, 1 માછીમાર સહિત 4 બોટ BSFએ કરી જપ્ત

અમુક પાકિસ્તાની માછીમારો ભારતીય જળ સીમામાં ઘૂસી આવ્યા.

|
Google Oneindia Gujarati News

ભૂજઃ ગયા મહિને પાકિસ્તાનીઓએ 56 ભારતીય માછીમારોનુ અપહરણ કરી લીધુ હતુ. આ વખતે અમુક પાકિસ્તાની માછીમારો ભારતીય જળ સીમામાં ઘૂસી આવ્યા. ત્યાં પેટ્રોલિંગ કરી રહેલ બીએસએફના જવાનોએ તેમને જોયા. ઘટના સ્થળેથી એક પાકિસ્તાની માછીમારને પકડીને લઈ ગયા. આ ઉપરાંત 4 બોટ પણ જપ્ત કરી લીધી. જો કે અન્ય માછીમારો સમુદ્રના રસ્તે ભાગવામાં સફળ થઈ ગયા.

pak boat

માહિતી મુજબ આ ઘટના ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સીમા પાસેના હરામી નાળા નજીકની છે. જ્યાંથી પાકિસ્તની લોકો ભારતીય જળ સીમામાં ઘૂસી આવ્યા. જેની માહિતી બીએસએફના અધિકારીએ શેર કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ ભૂજ એકમે એક પેટ્રોલિંગ દળે કચ્છ ક્ષેત્રમાં હરામી નાળા પાસે બોટ પર 4થી 5 પાકિસ્તાની લોકોની અવરજવર જોઈ. તે લોકો કોઈને કોઈ સમુદ્રી રસ્તાનો લાભ લઈને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના સતર્ક પેટ્રોલિંગ દળે એ પાકિસ્તાની ઘૂસણખોરો પર નજર રાખવાનુ શરૂ કર્યુ. એ દરમિયાન ઘૂસણખોરોએ પણ બીએસએફની પેટ્રોલિંગ દળને જોઈ અને પાણીમાં કૂદી ગયા. બીએસએફની પેટ્રોલિંગ દળે તેમનો પીછો કર્યો અને એક પાકિસ્તાની માછીમારને પકડી લીધો. સાથે જ 4 પાકિસ્તાની માછલી પકડનાર બોટને જપ્ત કરી લીધી. બાકીના માછીમારો દલદલના વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની વિસ્તારમાં ભાગવામાં સફળ રહ્યા. પકડાયેલા માછીમારોની ઓળખ પાકિસ્તાન સિંધ પ્રાંતના અલ્લા બચાઓ સિદ્દિકી તરીકે થઈ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બૉલિવુડમાં ડ્રગ્ઝનો મુદ્દો ઉઠાવનાર ભાજપ સાંસદ રવિ કિશનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષાબૉલિવુડમાં ડ્રગ્ઝનો મુદ્દો ઉઠાવનાર ભાજપ સાંસદ રવિ કિશનને મળી Y પ્લસ કેટેગરીની સુરક્ષા

English summary
Pakistani fishermen enter in Indian water area, 1 fisherman caught by BSF, 4 boats seized.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X