For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની OTT પ્લેટફોર્મ પર ભારતમાં પ્રતિબંધ, જાણો શું છે કારણ?

પાકિસ્તાનને લઈને ભારત સરકાર સતત કાર્યવાહી કરતી આવી છે. પહેલા પાકિસ્તાની યુટ્યૂબ ચેલન પર પ્રતિબંધ મુક્યા બાદ હવે ભારત સરકારે પાકિસ્તાની ઓટીટી પ્લેટફોર્મને ભારતમાં પ્રતિબંધિક કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનને લઈને ભારત સરકાર સતત કાર્યવાહી કરતી આવી છે. પહેલા પાકિસ્તાની યુટ્યૂબ ચેલન પર પ્રતિબંધ મુક્યા બાદ હવે ભારત સરકારે પાકિસ્તાની ઓટીટી પ્લેટફોર્મને ભારતમાં પ્રતિબંધિક કર્યા છે. ભારત સરકારે પાકિસ્તાની ઓટીટી પ્લેટફોર્મ પર આ કાર્યવાહી આઈટી નિયમ 2021 અંતર્ગત કરી છે.

Pakistan

ભારત સરકારે કાર્યવા કરતા પાકિસ્તાન સ્થિત OTT પ્લેટફોર્મ વિડલી ટીવીની વેબસાઈટ, બે મોબાઈલ એપ્લીકેશન, ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ અને એક સ્માર્ટ ટીવી એપ પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્લેટફોર્મ પર આરોપ છે કે તેમાં ભારત વિરોધી સામગ્રી દેખાડાઈ રહી હતી.

આ મુદ્દે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદન જારી કરી માહિતી આપી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આ ડિજિટલ ચેનલો ભારતની એકતા-અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા, ભારત અને અન્ય દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને લઈને ખોટી સામગ્રી પ્રસારિત કરી રહી હતી. આ માટે મંત્રાલયે તેમના પર પ્રસારિત થતી સામગ્રીને લઈને રિપોર્ટ પણ તૈયાર કર્યો છે.

આદેશમાં કહેવાયુ છે કે, વેબ સિરીઝની શરૂઆતની ક્રેડિટમાં ભારતીય ધ્વજનું અશોક ચક્ર સળગતું દેખાડાયુ છે. આ વેબ સિરીઝ ભારત સાથે સંબંધિત સંવેદનશીલ ઐતિહાસિક ઘટનાઓને ખોટી રીતે રજૂ કરતી હતી. ઓપરેશન બ્લુ સ્ટાર અને તેના પરિણામ, અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંસ, ગ્રેહામ સ્ટેન્સ નામના ખ્રિસ્તી મિશનરીની હત્યા, માલેગાંવ બ્લાસ્ટ, સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ, સતલજ યમુના લિંકને લગતો આંતર-રાજ્ય નદી જળ વિવાદ વગેરે મુદ્દે ભ્રમ ફેલાવતી હતી.

English summary
Pakistani OTT platform banned in India, know what is the reason?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X