For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણતંત્ર દિવસ:પાલનપુરના વિદ્યાર્થીઓએ બનાવી ગાંધીજીની 97 ફૂટની પ્રતિમા

|
Google Oneindia Gujarati News

67માં ગણતંત્ર દિવસ નિમિત્તે પાલનપુરની જાણીતી શાળા વિદ્યામંદિરએ એક નવતર પ્રયોગ કર્યો. પાલનપુર ખાતે શાળાના પ્રાંગણમાં લગભગ 1200 વિદ્યાર્થીઓએ ભેગા મળીને ગાંધીજીનું 97 ફૂટ લાંબી અને 74 ફૂટ પહોળી પ્રતિમા બનાવી. નોંધનીય છે કે આ અનોખી પ્રતિમા અત્યાર સુધીની સૌથી મોટી ગાંધીજીની પ્રતિમા છે આ પ્રતિમાને બનાવનારાઓનું કહેવું છે.

gandhi

આ પ્રતિમાને બનાવવા માટે સૌથી પહેલા ગાંધીજીની છબીને મેદાનમાં દોરવામાં આવી અને ત્રિરંગાના રંગોના બનેલા ચોરસ કાગળ લઇને વિદ્યાર્થીઓને યોગ્ય સ્થળે બેસાડવામાં આવ્યા. જે બાદ ડ્રોનની મદદથી આ ફોટો પાડવામાં આવ્યો.

ગાંધીજીની આર્મી નામે વિદ્યામંદિરના એક ફેક્લટી તેવા કપિલ રાવેલ આ વીડિયો સોશ્યલસ મીડિયા પર અપલોડ પણ કર્યો છે. ત્યારે 67માં ગણતંત્ર દિવસ નિમિત્તે વિદ્યામંદિરના નાના ભૂલકાઓની મદદથી તૈયાર થયેલા આ યુનિક વીડિયોને જુઓ અહીં, જેમાં જોત જોતામાં વિદ્યાર્થીઓએ બનાવી દીધી 97 ફૂટની પ્રતિમા

English summary
Palanpur school student made biggest portrait of Gandhiji on republic day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X