પંચમહાલના ખોજલવાસા ગામમાં મકાન ધરાશાયી, મહિલાનું મોત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભારે વરસાદને કારણે એક કરુણ ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.
ખોજલવાસા ગામના બારિયા ફળિયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જેના કાટમાળ નીચે દટાઈ જવાથી એક મહિલાનું મોત થયું છે.

મૃતક મહિલાનું નામ કૈલાશબેન મહેશભાઈ બારિયા છે, જેમની ઉંમર ૪૨ વર્ષ હતી. ઘટના સમયે તેઓ મકાનમાં સૂઈ રહ્યા હતા. અચાનક મકાન તૂટી પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગામના સરપંચ અને તલાટી સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક તંત્ર દ્વારા મૃતકના પરિવારને સહાય પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
