વરસાદ ખેંચાતા આણંદના કરમસદમાં પર્જન્ય યજ્ઞ કરાયો

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે વરસાદને રીઝવવા પુજા-અર્ચના શરૂ કરવામાં આવી છે. પૌરાણિક શાસ્ત્રોમાં વરસાદને રિઝવવા અનેક પ્રકારના વિધી વિધાનો ઉપલબ્દ છે.

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે વરસાદને રીઝવવા પુજા-અર્ચના શરૂ કરવામાં આવી છે. પૌરાણિક શાસ્ત્રોમાં વરસાદને રિઝવવા અનેક પ્રકારના વિધી વિધાનો ઉપલબ્દ છે. આ વિધી વિધાનોને અનુસરતા આણંદના કરમસદમાં એક અનોખા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Parjanya Yajna

પહેલા રાઉન્ડ બાદ વરસાદે વિરામ લેતા દિવસે દિવસે ખેડુતોની હાલત કફોડી બની રહી છે. મોટા ભાગના ખેડુતોએ પહેલા વરસાદ બાદ વાવણી કરી દીધી છે. હવે વરસાદ ખેંચાતા ઉગીને તૈયાર થયેલો પાક નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. જો હવે વરસાદમાં વિલંબ થાય તો ખેડુતોને મોટુ નુકસાન ઉઠાવવુ પડી શકે છે ત્યારે આણંદમાં પૌરાણિક વિધી વિધાનો મુજબ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પૌરાણિક ગ્રંથો મુજબ વરસાદને રિઝવવા આ યજ્ઞનું આયોજન કરાય છે. કહેવાય છે કે આ યજ્ઞથી વરસાદનું આગમન થાય છે.

કરમસદમાં આ યજ્ઞ બાદ ગામની બહેનોએ એકઠા થઈ જળ અર્પણ કરી વરસાદ માટે પ્રાથના કરી હતી. ઉલ્લેખનિય છે કે 2018 માં વરસાદ ખેંચાતા ગુજરાત સરકારે રાજ્યભરમાં પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરતા મોટો વિવાદ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X