જાણો તમારા ઉમેદવારને: ભાવનગર ગ્રામીણથી ભાજપના પરસોત્તમભાઈ સોલંકી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર ગ્રામીણની સીટ પરથી ભાજપના પરસોત્તમભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. પરસોત્તમભાઈ સોલંકીવિષે થોડુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાવનગર ગ્રામીણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. તો પરસોત્તમભાઈ સોલંકી વિષે થોડુ જાણીએ. પરસોત્તમભાઈનો જન્મ 2 માર્ચ, 1961ના રોજ થયો હતો. તેઓ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને આ સીટ પરથી હાર આપી હતી અને પરસોત્તમભાઈ 83980 મતોથી વિજેતા બન્યા હતા. વિજય રૂપાણીની સરકારમાં તેઓ શ્રમ અને રોજગાર મંત્રાલય સંભાળે છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર તેમને બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. તેમની પત્નીનું નામ ફાલ્ગુનીબેન છે. તેમનો મુખ્ય વ્યવસાય બિલ્ડરનો છે. તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો તેઓ લગભગ 37 કરોડની સંપત્તિની માલિક છે. તેમના પર અત્યાર સુધીમાં 5 ગુનાહિત કેસો નોંધાયેલા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
